રાંધેલો ખોરાક પ્લાસ્ટિક કન્ટેનરમાં રાખવો કેટલો ખતરનાક છે? જાણો તેની સાચી હકીકત

રાંધેલો ખોરાક પ્લાસ્ટિક કન્ટેનરમાં રાખવો કેટલો ખતરનાક છે? જાણો તેની સાચી હકીકત


હાલમાં માઈક્રોવેવ અને ઓવનના હિસાબે પ્લાસ્ટિકને સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ આરોગ્ય વિભાગે લીલી ઝંડી આપી નથી

ખોરાકને ફ્રિજમાં રાખવા માટે તેનો ચોક્કસ ઉપાય બાયો પ્લાસ્ટિક છે

Updated: Jun 7th, 2023

Image Envato 

તા. 7 જૂન 2023, બુધવાર 

બદલાતી લાઈફ સ્ટાઈલમાં આપણે એ પણ નથી જોતા કે આપણે આપણા આરોગ્ય સાથે કેટલા ચેડા કરી રહ્યા છીએ. ખરેખર તે યોગ્ય છે કે નહી તેના વિશે વિચારતા જ નથી. ઘરમાં રાધેલો ખોરાક વધે તો આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને ફ્રિજમાં મુકી દઈએ છીએ. અને વધુમાં ઓફિસમાં કામ કરતા લોકો તો બન્ને ટાઈમનું એક સાથે રાધી દેતા હોય છે, જેથી સમયનો બચાવ થાય. પરંતુ સવાલ એ છે કે જે વધેલા ખોરાકને ફ્રિજમાં સ્ટોર કરવો કેટલો યોગ્ય છે? અને તેમા પણ પ્લાસ્ટિકના વાસણમાં ખોરાક રાખવો કેટલો યોગ્ય છે ?  

આપણામાંથી કેટલાક લોકો પ્લાસ્ટિકના વાસણ ઉપયોગ કરી ખોરાકને ફ્રિજમાં રાખતા હોય છે તો કેટલાક લોકો કાચના વાસણમાં રાખતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવીએ કે રાધેલો ખોરાક બચ્યા પછી તેને કેવી રીતે સ્ટોર કરવો જોઈએ.

પ્લાસ્ટિકનું કન્ટેનર ફ્રિજમાં રાખવું કેટલુ સુરક્ષિત છે. 

ખોરાકને ફ્રિજમાં રાખવા માટે આપણે પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ કરતાં હોઈએ છીએ કે જેમાં તુટવાનો ભય પણ ન હોય અને સારી રીતે વાપરી શકાય. પરંતુ શું આરોગ્ય વિભાગે પ્લાસ્ટિકને સુરક્ષિતાની ખાતરી આપી છે. પ્લાસ્ટિકને મોટાભાગના લોકો એવુ માને છે કે તેમા ખોરાક રાધવો, તેને ગરમ કરવો, ફ્રિજમાં સ્ટોર કરીને રાખવો તે યોગ્ય નથી. આજકાલ માઈક્રોવેવ અને ઓવનના હિસાબે પ્લાસ્ટિકને સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા તેને કોઈ પ્રમાણ આપવામાં આવ્યું નથી. આવા સમયે તમે પ્લાસ્ટિકના વાસણમાં ખોરાકને પેક કરવા કરતા તેને એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરી શકો છો. 

આ માટે ચોક્કસ ઉપાય બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં છે

આજે લોકો ટાઈમના અભાવે વધુ ખોરાક બનાવે છે તો કોઈક વાર વધુ પણ બની જતો હોય છે. તેથી તેને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી મુકી દેતા હોઈએ છીએ. પરંતુ આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે વધેલા ખોરાકને ફ્રિજમાં રાખવા માટે બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકો છો. બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ પ્લાસ્ટિકના કપ, પ્લેટ વગેરે બનાવવા માટે કરવામાં આવે છે.  બાયો પ્લાસ્ટિક બનાવવા માટે મકાઈ, બટાકા, શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તે નુકસાન કારક નથી. 

Leave a comment