Updated: Oct 1st, 2023
મુંબઇ : રાજકુમાર રાવ અને તૃપ્તિ ડીમરીની વિકી વિકા વોહ વાલા વિડીયો ૯૦ના દાયકાની કોમેડી-ડ્રામા ફિલ્મની તૈૈયારી થઇ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાજ સાંડિલ્યનું છે. આ એક પારિવારિક સ્ટોરી ધરાવતી ફિલ્મ બનશે. આ ફિલ્મનું એક રસપ્રદ પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
નિર્માતાઓએ દર્શકોને ઉત્સુક કરવા માટે તેમજ શીર્ષકનું અનુમાન લગાડવા માટે તેના શરૂઆતના અક્ષર સાથે ેક દિલચસ્પ પોસ્ટરનું પણ અનાવરણ કર્યું છે.
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડીમરી પ્રથમ વખત રૂપેરી પડદે સાથે કામ કરતા જોવા મળવાના છે.