

![]() ![]() |
Image Envato |
તા. 31 મે 2023, બુધવાર
દુધને એક સર્વ શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે. દુધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, જિંક જેવા મિનરલ્સ ઉપરાંત વિટામિન બી 12, વિટામિન ડી અને ભરપુર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. આ સિવાય તેમા કેટલીય પ્રકારના એમિનો એસિડ પણ રહેલા હોય છે. દુધમાં 87 ટકા પાણી રહેલુ હોય છે જ્યારે બાકીના 13 ટકામાં પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેડ, વિટામિન અને મિનરલ્સ રહેલા હોય છે.
રોજ ઓછામાં ઓછું 250 ગ્રામ દુધ પીવુ જોઈએ: ડૉક્ટર
અમેરિકન ડાયટ્રીની ગાઈડલાઈન પ્રમાણે રોજ ઓછામાં ઓછું 250 ગ્રામ દુધ પીવુ જોઈએ. તેનાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ નહી થાય અને હાંડકાના ફેક્ચર થવાનો ખતરો પણ નહી રહે. અને તે સિવાય દુધના સેવનથી હાર્ટ સાથે જોડાયેલી કેટલીય બીમારીઓના જોખમથી બચાવે છે. અને દુધથી વજન પણ ઓછુ થઈ જશે સાથે સાથે બ્લડ સુગરને પણ કન્ટ્રોલમાં રાખે છે.
રાત્રે દુધ પીવાના ફાયદા
1. ઊંઘ સારી આવે છે.
આ બાબતે ડોક્ટરોનું કહેવુ છે કે ગરમ દુધમા લેક્ટાબ્લુમિન પ્રોટીન રહેલું હોય છે. આ ટ્રિપ્ટોફેન એમિનો એસિડ છે. અને તે ક્રિપ્ટોફેન સેરોટોનિન હોર્મોન બનાવવામાં મદદ કરે છે. જે મેલાટોનિન ઉંઘ માટેનું હોર્મોન છે. તેથી જ્યારે રાત્રે દુધ પીધા પછી તેમાથી મેલાટોનિન હોર્મોન છુટુ પડે છે તેથી ઉંઘ સારી આવે છે. એટલા માટે રાતના સમયે દુધ પીવાથી સૌથી પહેલો મોટો ફાયદો આ છે.
2. બ્લડ સુગરને ઓછુ કરે છે
ડોક્ટરના કહેવા પ્રમાણે જો આખા દિવસ દરમ્યાન સારા પ્રોટીનયુક્ત આહાર નથી લેતા તો રાત્રે દુધ પીવાથી સંપુર્ણ આહારની કમી પુરી કરે છે.
3. વજન ઓછુ કરવામાં મદદ કરે છે
રાતના સમયે દુધ પીવાથી વજન ઓછુ કરવામાં પણ મદદરુપ થઈ શકે છે. દુધમાં ફેટ નથી હોતું અને પ્રોટીન વધારે હોય છે. તેના કારણે દુધ પીવાથી ભૂખ ઓછી લાગે છે. વધારે કેલ્શિયમ હોવાથી દુધ મેટાબોલિજ્મને બુસ્ટ કરવામાં મદદ કરે છે.
4. હાંડકાને મજબૂત કરે છે
દુધમાં સૌથી વધારે કેલ્શિયમનું પ્રમાણ હોય છે. કેલ્શિયમ સિવાય તેમાં ફોસ્ફોરસ, વિટામિન ડી અને પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે. જે હાંડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. રોજ દુધનું સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસ અને હાંડકામાં ફેક્ચર થવાના જોખમને ઘટાડે છે.
5. તણાવ ઓછો કરે છે
રાતના સમયે દુધ પીવાથી સવારે સ્ટ્રેસ ફ્રી રહેવામાં મદદ મળે છે. દુધમાં રહેલા એમિનો એસિડ કાર્ટિસોલ હાર્મોનના લેવલને ઓછુ કરે છે.