રામચરણ ઘાયલ થતાં ગેમ ચેન્જર ફિલ્મનું શૂટિંગ રખડી પડયું

[ad_1]

Updated: Sep 26th, 2023


– ચહેરા પર ઈજા થઈ હોવાના અહેવાલો

મુંબઈ : ‘આરઆરઆર’ના હિરો રામચરણની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’નું શૂટિંગ રખડી પડયું છે. રામચરણને ચહેરા પર ઈજા થઈ હોવાથી શૂટિંગ કેન્સલ કરાયું હોવાનું કહેવાય છે. 

રામચરણની આ ફિલ્મનું દિગ્દર્શન સાઉથનો ટોચનો ડાયરેક્ટર શંકર કરી રહ્યો છે. આથી, રામચરણના ભારતભરતના ચાહકોને આ ફિલ્મની પ્રતીક્ષા છે. જોકે, હવે શૂટિંગ શિડયૂલ ખોરવાઈ જતાં આ ફિલ્મમાં ધાર્યા કરતાં વિલંબ થઈ શકે છે. ફિલ્મ સર્જકોએ એટલું કબૂલ્યું હતું કે કેટલાક કલાકારો ચોક્કસ તારીખોએ આવી શકે તેમ નહીં હોવાથી આ ફિલ્મનું શૂટિંગ રદ કરવું પડયું છે. જોકે, તેમણે શૂટિંગ ચોક્કસ કયા કલાકારને કારણે રદ થયું છે તેની માહિતી આપી ન હતી. 

પરંતુ, સાઉથના વર્તુળોમાં ચર્ચા અનુસાર રામ ચરણને તાજેતરમાં ચહેરા પર ઈજા થઈ છે. અન્ય કલાકારોએ આપેલી તારીખો પણ નકામી જશે. 

Leave a comment