રામાયણના શૂટિંગ દરમિયાન રણબીર માંસ-મદિરા છોડી દેશે

[ad_1]

Updated: Oct 11th, 2023


– પ્રભાસ અને અક્ષય કુમારના પગલે ચાલશે

– રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવવા અગત્સ્ય નંદાનો ઈનકાર

મુંબઇ : રણબીર કપૂર ‘રામાયણ’ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન માંસ અને મદિરાનો ત્યાગ કરશે. ભગવાન રામની ભૂમિકા ભજવવાનો હોવાથી એક મર્યાદા જાળવવા માટે રણબીરે આ નિર્ણય કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે પ્રભાસે ‘આદિપુરુષ’ના શૂટિંગ વખતે તથા અક્ષય કુમારે પણ ‘ઓએમજી’નાં શૂટિંગ વખતે આવો નિર્ણય કર્યો હતો. 

આ પહેલાં ટીવી સીરીયલ રામાયણના કેટલાય કલાકારોએ શૂટિંગ દરમિયાન માંસ મદિરા છોડયાં હતાં. 

દરમિયાન આ ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકા અગત્સ્ય નંદાને ઓફર થઈ હતી. જોકે, તેણે આ ભૂમિકાનો ઈનકાર કરી દીધો છે. 

અગત્સ્યએ કયાં કારણોસર આ ફિલ્મ છોડી છે તે હજુ સ્પષ્ટ થયું નથી. 

અગાઉ, ફિલ્મમાં સીતામાતાના રોલમાં આલિયા ભટ્ટની પસંદગી થયાનું કહેવાતું હતું પરંતુ હવે છેલ્લા અહેવાલો મુજબ સાઉથની હિરોઈન સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવી  રહી છે. 

નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષથી શરુ થઈ શકે છે. ફિલ્મને ટેકનોલોજી કે કોમ્પ્યુટર ગ્રાફિક્સથી બહુ હેવી બનાવવાને બદલે તેમાં માનવીય ભાવો તથા ભીતરના સંઘર્ષને કેન્દ્ર સ્થાને રાખવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. 

Leave a comment