રાહુલ ગાંધી પ્રેમની દુકાન નહીં, નફરતનો મેગા શોપિંગ મોલ ચલાવી રહ્યા છે… જે.પી.નડ્ડાના આકરા પ્રહાર

જે.પી.નડ્ડાએ કહ્યું, રાહુલ ગાંધી આપણા દેશની પ્રતિષ્ઠા ઓછી ન કરી શકે

રાહુલે અમારી વેક્સિન, સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા હતા : નડ્ડા

Updated: Jun 5th, 2023

નવી દિલ્હી, તા.5 મે-2023, સોમવાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર અમેરિકા પ્રવાસ દરમિયાન આપેલા નિવેદનોને લઈને આકરા પ્રહારો કર્યા છે. નડ્ડાએ આરોપ લગાવ્યો કે, રાહુલ પ્રેમની દુકાન નહીં, પરંતુ તેઓ નફરતનો સંપૂર્ણ શોપિંગ મોલ ચલાવતા જોવા મળે છે. નડ્ડાએ દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. 4 દિવસીય અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS પર અનેક પ્રહારો કર્યા હતા.

રાહુલે મોદી સરકાર પર કરી હતી આકરી ટિપ્પણી

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વર્તમાન સરકારને કોઈ પણ બાબતે સવાલ કરવામાં આવે છે તો તે પોતાની ખામીઓ પર કામ કરવાને બદલે જૂના મુદ્દાઓ પર બેસી જાય છે. તેમણે મોંઘવારી, બેરોજગારી અને ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. આવી સ્થિતિમાં ભાજપ દ્વારા આ આરોપો પર જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.

રાહુલે હિન્દુ-મુસ્લિમનું ભાગલા પાડવાનું કામ કર્યું

જે.પી.નડ્ડાએ કહ્યું કે, રાહુલ ગાંધી આપણા દેશની પ્રતિષ્ઠા ઓછી ન કરી શકે… તેમણે અમારી વેક્સિન, સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા હતા. હિંદુ-મુસ્લિમમાં ભાગલા પાડવાનું કામ કર્યું. તેમ છતાં તે પ્રેમની દુકાન ચલાવવાનો દાવો કરે છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ નફરતનો મેગા શોપિંગ મોલ ચલાવી રહ્યા છે.

ભારતની અર્થવ્યવસ્થા અમેરિકા-ચીન કરતાં શ્રેષ્ઠ

ભાજપ અધ્યક્ષ નડ્ડાએ વધુમાં જણાવ્યું કે, કોરોના મહામારી અને હવે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ અર્થવ્યવસ્થા પર પડી રહેલી અસરનો સામનો કરી રહ્યું છે. અમેરિકાનો વિકાસ દર 1.4 ટકા અને ચીનનો 5.2 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે ભારતની અર્થવ્યવસ્થા 6.1 ટકા રહેવાનો અંદાજ છે. મોર્ગન સ્ટેનલી જેવી એજન્સીઓ દાવો કરે છે કે ભારતનોવિકાસ દર 7.2 સુધી પહોંચી શકે છે. હવે કોંગ્રેસના આ અભણ લોકોને શું કહું. તમે જે દેશમાં ગયા છો ત્યાં 1.4 ટકા અને ભારતમાં 7.2 ટકા વૃદ્ધિ દરની શક્યતા છે.

Leave a comment