

Updated: Oct 8th, 2023
મુંબઈ : બોલીવૂડમાં એક ફોર્મ્યૂલા કે ટ્રેન્ડ હિટ રહે એટલે સૌ તેની નકલ કરવા દોડે છે. આજકાલ સિકવલ, પાર્ટ ટૂ, પાર્ટ થ્રી કે ફ્રેન્ચાઈઝ અથવા તો યુનિવર્સ ઊભું કરવાની ફેશન ચાલી નીકળી છે તેમાં હવે એડલ્ટ કોમેડી ‘મસ્તી’નો પણ ઉમેરો થયો છે. ‘મસ્તી’ અગાઉ ત્રણ ભાગમાં બની ચૂકી છે અને હવે ચોથો ભાગ પણ બનવાનો છે. પહેલીવાર ‘મસ્તી’, બીજી વાર ‘ગ્રાન્ડ મસ્તી’ અને ત્રીજીવાર ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ એમ ત્રણ ભાગ બની ચૂક્યા છે. ચોથા ભાગને હાલ કામચલાઉ ‘મસ્તી ફોર’ તરીકે ઓળખાવાઈ રહી છે.
આ ફિલ્મનું દિગ્દર્શન મિલાપ ઝવેરી જ કરશે. ફિલ્મના કલાકારો તરીકે પણ વિવેક ઓબેરોય આફતાબ શિવદાસાની તથા રિતેશ દેશમુખને રિપીટ કરાશે. ફિલ્મના બાકી કલાકારોની શોધ ચાલી રહી છે. આવતાં વર્ષ આ ફિલ્મનું શૂટિંગ શરુ થાય તેવી ધારણા છે.