

Updated: May 30th, 2023
Image Source: Facebook
મુંબઈ, તા. 30 મે 2023 મંગળવાર
બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફની એક્ટિંગ અને એક્શનના દરેક દિવાના છે જ્યારે તેની ફિલ્મ રિલીઝ થાય છે તો ચાહકો તેની નવી એક્શન જોવા માટે આતુર થઈ જાય છે પરંતુ આ વખતે એક્ટરે પોતાના વધુ એક ટેલેન્ટથી ચાહકોને સરપ્રાઈઝ આપી છે.
ટાઈગર શ્રોફ એક્ટિંગ અને એક્શન સિવાય સિંગિંગમાં પણ આગળ છે. તેની એક ઝલક તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. રસપ્રદ વાત એ છે કે ટાઈગરના સિંગિંગના દિવાના એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના પતિ અને અમેરિકન સિંગર નિક જોનસ પણ થઈ ગયા છે.
ટાઈગર શ્રોફે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે નિક જોનસ અને કિંગના ટ્રેક ‘માન મેરી જાન આફ્ટરલાઈફ’ને રિક્રિએટ કર્યુ છે. જેની પર હવે નિક જોનસે પોતાની પ્રતિક્રિયા આપી છે. ટાઈગર શ્રોફે વીડિયો શેર કરતા કેપ્શન આપ્યુ હતુ, ‘માય સ્મોલ ટેક ઓન ધ ‘આફ્ટરલાઈફ’.’ 1 મિનિટ 10 સેકન્ડની આ પોસ્ટમાં તેણે નિક જોનાસ અને કિંગ ને પણ ટેગ કર્યા હતા. જેની પર કમેન્ટ આપતા નિક જોનસે લખ્યુ, ‘લવ ઈટ બ્રો’
ઉલ્લેખનીય છે કે નિક જોનસે આ ટ્રેક માટે પહેલી વખત હિંદીમાં ગાયુ હતુ. હવે ટાઈગરે આ ટ્રેકને રિક્રિએટ કર્યુ છે. જેની પર યુઝર્સની કમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. સાથે જ સેલેબ્સ પણ આ પોસ્ટ પર રિએક્ટ કરી રહ્યા છે.