

Updated: Sep 9th, 2023
– જાહેરમાં યુગલ વાંરવાર દેખાતા તેની સાથે સગપણ કરે તેવી અટકળ
મુંબઇ : હોલીવૂડની ક્લાસિક ફિલ્મ ટાઇટેનિકના અભિનેતા લિયોનાર્ડો પોતાની લવ લાઇફના કારણે વાંરવાર ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં ફરી એક વખત ૪૮ વર્ષીય અભિનેતાનું નામ ૨૫ વરસની ઇટાલિયન મોડેલ વિટ્ટોરિયા સેરેટી સાથેજોડાયું છે. કહેવાય છે કે, વિટ્ટોરિયામાં લિયોનાર્ડોને ખરો પ્રેમ મળી ગયો છે. તે વિટ્ટોરિયા સાથે સગપણ કરવાના વિચારમાં છે.
લિયોનાર્ડો ડિકૈપ્રિયો ૨૫ વરસની ઓછી વયની યુવતીઓને ડેટ કરવા માટેજાણીતો છે અને તેના માટે ટ્રોલ પણ થયો છે. એક રિપોર્ટના અનુસાર, લિયોનાર્ડો વિટ્ટોરિયા સેરેટી સાથે સેટલ થવાનું વિચારી રહ્યો છે. બન્નેની વયમાં ૨૩ વરસનું અંતર છે. તેઓ વારંવાર જાહેરમાં સાથે જોવા મળ્યા છે તેમજ મુસાફરી પણ સાથે જ કરે છે.
વિટ્ટોરિયા સેરેટીને હવે લિયોનાર્ડોની ગર્લફ્રેન્ડ તરીકે બોલાવામાં આવે છે. ગયા મહિને યુગલને સાંતા બારબરામાં આઇસ કોફી પીતા જોવા મળ્યા હતા.
આપછી આ યુગલ સ્પેનના ઇબીજા ના એક પબમાં લિપલોક કરતા જોવા મળ્યા હતા.