વહીદા રહેમાનને 85 વર્ષે ઓટીટી સીરીઝની ઓફર

વહીદા રહેમાનને 85 વર્ષે ઓટીટી સીરીઝની ઓફર


Updated: May 31st, 2023


– સંજય લીલાની ‘હીરામંડી’ની ઓફર

– હીરામંડીની સિઝન ટૂ માં એક ખાસ પાત્ર વહીદા સિવાય અન્ય કોઈને નહીં સોંપાય

મુંબઇ : ૮૫ વરસની વયની પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને  ઓટીટી પર ડેબ્યુ ની ઓફર મળી છે. સંજય લીલા ભણશાળીએ તેમને ‘હીરામંડી’ની બીજી સિઝનમાં એક રોલ ઓફર કર્યો છે.  આ એક વિશેષ ભૂમિકા હોવાથી, ખાસ વહીદા રહેમાન માટે જ લખવામાં આવી છે. સંજય લીલા ભણશાલી વહીદા રહેમાનના ચાહકોમાંના એક છે. 

જો વહીદા રહેમાન આ ઓફર નહીં સ્વીકારે તો સંજય લીલા ભણશાળી અન્ય કોઈ કલાકારની શોધ નહીં કરે પરંતુ એ રોલ જ સીરીઝમાંથી ઉડાડી દેશે.  ભણશાળીએ અગાઉ  ‘હીરામંડી’ની પહેલી સિઝન માટે મુમતાઝને પણ રોલ ઓફર કર્યો હતો. 

Leave a comment