

Updated: Jun 6th, 2023
નવી દિલ્હી,તા. 6 જૂન 2023, મંગળવાર
દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં ખામી સર્જાતા મંગળવારે રશિયાના મગદાન તરફ ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે એર ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે, ફ્લાઇટ રશિયામાં સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ છે.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI173ના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. 216 મુસાફરો અને 16 ક્રૂ સાથેની ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને રશિયાના મગદાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. એરક્રાફ્ટનું ફરજિયાત ગ્રાઉન્ડ ચેકિંગ ચાલુ છે.
તેમણે કહ્યું કે, મુસાફરોને તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને વહેલી તકે પહોંચવા માટે વૈકલ્પિક વિકલ્પો પ્રદાન કરવામાં આવશે.