વિવેક અગ્નિહોત્રીએ કરણ જોહરનો ફોટો કાતરી નાખ્યો

[ad_1]

Updated: Oct 19th, 2023


– કરણ માટેના અણગમાનું ખૂલ્લું પ્રદર્શન 

– વિવેકે પત્ની પલ્લવી જોશી સહિત તમામ નેશનલ એવોર્ડ વિજેતાઓનો ફોટો એડિટ કરીને મૂકતાં ટીકા

મુંબઈ : વિવેક અગ્નિહોત્રીની  ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ ને કેન્દ્ર સરકારના નેશનલ એવોર્ડઝમાં નરગીસ દત્ત એવોર્ડ મળ્યો છે. તે ફંકશનમાં વિવેક અને પત્ની પલ્લવી જોશી હાજર રહ્યાં હતાં. વિવેકે અન્ય એવોર્ડ વિજેતાઓનો ગૂ્રપ ફોટો શેર કર્યો છે પરંતુ તેમાં ‘શેરશાહ’ ફિલ્મ માટે એવોર્ડ મેળવનારા કરણ જોહરને કાતરી નાખ્યો છે. 

વિવેક અને કરણ જોહર વચ્ચેનો અણબનાવ જગજાહેર છે. વિવેક અવારનવાર કરણ જોહર તથા તેના જેવા મેઈન સ્ટ્રીમના બોલીવૂડ નિર્માતાઓ વિશે ટીકાટિપ્પણ કરતો રહે છે. 

આ એવોર્ડ ફંકશન પૂર્ણ થયા બાદ વિવેકે તરત જ તેના કેટલાક ફોટા શેર કર્યા હતા. વિવેકે શેર કરેલા ફોટામાં વહીદા રહેમાન, આલિયા ભટ્ટ, કૃતિ સેનન અને તેની પત્ની પલ્લવી જોશી સહિત તમામનો સમાવેશ થાય છે. એક વિશાળ ગૂ્રપ ફોટો વિવેકે એવો પસંદ કર્યો છે જેમાં કરણ જોહર એક બાજુ સાઈડમાં છે અને વિવેકે ઈરાદાપૂર્વક રીતે તેને એડિટ કરી નાખ્યો છે. 

વિવેકનાં આ કૃત્યની નેટયૂઝર્સ દ્વારા ટીકા કરાઈ હતી અને તે બહુ સંકુચિત માનસ ધરાવતો હોવાનું જણાવ્યું હતું. વિવેક અગાઉ કરણ જોહર તથા શાહરુખ ખાનની એમ કહીને ટીકા કરી ચૂક્યો છે કે તેમની ફિલ્મોએ ભારતીય સંસ્કૃતિને બહુ મોટું નુકસાન પહોંચાડયું છે. જોકે, વિવેક આલિયા ભટ્ટ વિશે કશું પણ અપ્રિય બોલવાનું ટાળે છે. 

Leave a comment