વિશ્વાસ ન આવે એવો VIDEO! યુવકે પાણીની અંદર કર્યા ગરબા, અંડરવોટર ડાંસરે કરી કમાલ

વિશ્વાસ ન આવે એવો VIDEO! યુવકે પાણીની અંદર કર્યા ગરબા, અંડરવોટર ડાંસરે કરી કમાલ


Updated: Oct 21st, 2023

મુંબઈ,તા. 21 ઓક્ટોબર 2023, શનિવાર  

દેશભરમાં નવરાત્રિનો ધૂમ અને ધૂમ જોવા મળી રહી છે. તે એવો સમય છે જ્યારે દરેક જગ્યાએ લોકો ગરબા અને દાંડિયા નૃત્યથી પોતાને ફ્રેશ કરી રહ્યાં છે અને માતાની ભક્તિ પણ કરી રહ્યાં છે.  

સોશિયલ મીડિયા પર ફક્ત ગરબા અને અવનાવા સ્ટેપ્સના વીડિયો ખેલૈયાઓ પોસ્ટ કરી રહ્યાં છે ત્યારે પાણીની નીચે ગરબા ડાન્સ કરનાર ડાન્સરનો એક વીડિયો સામે આવ્યો છે.  જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ક્લિપમાં એક વ્યક્તિ પાણીની સપાટી નીચે ગરબા ડાન્સ કરતો જોવા મળે છે.

અંડરવોટર ગરબા ડાન્સ કરતો આ કલાકાર જયદીપ ગોહિલ છે.તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પણ અંડરવોટર ડાન્સર મેન્સન કર્યું. આ યુવકની પ્રતિભા તેને બધા કરતા અલગ બનાવે  છે.વિડિયોને માત્ર ખૂબ જ પ્રશંસા મળી નથી, પરંતુ આ ટેલેન્ટેડ વ્યક્તિના સુપરહિટ પર્ફોર્મન્સને અલગ અલગ પ્લેટફોર્મ પર શેર પણ કરવામાં આવી રહ્યો છે.

Leave a comment