શાહરુખ ખાન માટે ખરાબ સમાચાર, પહેલા જ દિવસે લીક થઈ ફિલ્મ ‘જવાન’

[ad_1]

સિનેમાઘરોમાં તેના ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી

પહેલા જ દિવસે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તે લીક થઈ ગઈ છે, જેના કારણે ફિલ્મ મેકર્સનું ટેન્શન વધી ગયુ છે.

Updated: Sep 7th, 2023

Image Twitter 

તા. 7 સપ્ટેમ્બર 2023, ગુરુવાર 

શાહરુખ ખાનની ફિલ્મ જવાન આજે રિલીઝ થઈ ગઈ છે. સિનેમાઘરોમાં તેના ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ આ દરમ્યાન ફિલ્મને લઈને એક ખરાબ સમાચાર સાંભળવા મળ્યા છે. ફિલ્મ રિલીઝ પહેલા દરેક એક્ટર્સ, ફિલ્મ મેકરને જે વાતનો ડર હોય છે તે થયું. હકીકતમાં પહેલા જ દિવસે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તે લીક થઈ ગઈ છે. જેના કારણે ફિલ્મ મેકર્સનું ટેન્શન વધી ગયુ છે. જવાન માત્રમાં એકમાં જ નહી પરંતુ કેટલીયે પાઈરેટેડ વેબસાઈડ પર લીક થઈ ગઈ છે. ફિલ્મને લીક થવાથી તેની કમાણી પર અસર થતી હોય છે. 

પહેલા દિવસની કમાણી

રિપોર્ટ પ્રમાણે ફિલ્મે પહેલા દિવસે ધમાકેદાર કમાણી કરી છે. એક રિપોર્ટ મુજબ જવાન ફિલ્મએ પહેલા દિવસે 75 કરોડની કમાણી કરી લીધી છે. આ કમાણી દરેક ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મની છે. જેમાં હિન્દી ફિલ્મમાં 65 નેટ અને 77 ગ્રોસ કમાણી કરી છે. તો આ બાજુ તમીલમાં  4 કરોડનો બિઝનેસ કર્યો છે. અને 4.75 કરોડ ગ્રોસ. તેલુગુમાં 4 કરોડનો નેટ અને 4.75 કરોડનો ગ્રોસ કમાણી કરી છે. જો ફિલ્મ વિશે પોઝિટિવ રિસ્પોન્સ મળે તો જબરજસ્ત કમાણી કરી શકે છે. 

Image Twitter 

જવાન વિશે 

આ ફિલ્મમાં શાહરૂખખાન ઉપરાંત સાઉથ અભિનેત્રી નયનતારા, દિપીકા પાદુકોણ અને સાઉથ અભિનેતા વિજય સેતુપતિ અભિનય કરી રહ્યા છે. 300 કરોડના ખર્ચે બનેલ ફિલ્મમાં શાહરૂખખાને ફી પેટે 100 કરોડ લીધા છે. જ્યારે વિજય સેતુપતિએ 21 કરોડ અને નયનતારાએ 11 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. શાહરૂખખાનની જવાન ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલમાં પણ જોવા મળશે.

Leave a comment