શાહરૂખ ખાન અને પ્રભાસ આમને-સામને, ‘ડંકી’ અને ‘સલાર’ વચ્ચે થશે ટક્કર, જાણો ક્યારે થશે રિલીઝ

શાહરૂખ ખાન અને પ્રભાસ આમને-સામને, ‘ડંકી’ અને ‘સલાર’ વચ્ચે થશે ટક્કર, જાણો ક્યારે થશે રિલીઝ


ફિલ્મમાં સાઉથના જાણીતા એક્ટર પૃથ્વીરાજ સુકુમાર પણ જોવા મળશે

ફિલ્મ ‘સાલાર ભાગ 1 સીઝફાયર’ 22 ડિસેમ્બર ના રોજ રિલીઝ થઈ રહી છે.

Updated: Sep 29th, 2023

Image Twitter 

તા. 29 સપ્ટેમ્બર 2023, શુક્રવાર

પ્રભાસ (Prabhas)ની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘સલાર’ (salaar)રિલીઝ (release Date ) થવાની ડેટ આખરે જાહેર થઈ ગઈ છે. પહેલા આ ફિલ્મ સપ્ટેમ્બર(September)માં રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોથી ફિલ્મ રિલીઝ ન થઈ શકી અને તેની તારીખ આગળ લઈ જવામાં આવી. હોમ્બલે ફિલ્મે અધિકૃત રીતે ફિલ્મની રિલીઝ થવાની તારીખની જાહેરાત કરી દીધી. ફિલ્મ ‘સાલાર ભાગ 1 સીઝફાયર’ 22 ડિસેમ્બર (22 December)ના રોજ રિલીઝ થઈ રહી છે. 

ફિલ્મમાં સાઉથના જાણીતા એક્ટર પૃથ્વીરાજ સુકુમાર પણ જોવા મળશે

ફિલ્મનું ટીઝર ખૂબ જોરદાર છે, જેને જોયા પછી તેના ચાહકો ફિલ્મને રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. નિર્માતાએ ફિલ્મનું એક જોરદાર પોસ્ટર પણ જાહેર કર્યુ છે. જેમાં પેન ઈન્ડિયાના સુપરસ્ટાર પ્રભાસ જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં સાઉથના જાણીતા એક્ટર પૃથ્વીરાજ સુકુમાર પણ જોવા મળે છે, જે પોતાની દમદાર એક્ટિંગથી ફિલ્મને મોટી સફળતા અપાવવા માટે તૈયાર છે. 

પ્રશાંત નીલ અને મેગાસ્ટાર પ્રભાસની જોડી પહેલીવાર સાથે જોવા મળશે

આ ફિલ્મ માટે એક્શનના માસ્ટર પ્રશાંત નીલ (prashanth neel) અને મેગાસ્ટાર પ્રભાસ (Prabhas)ની જોડી પહેલીવાર સાથે જોવા મળશે. સલારને પ્રશાંત નીલ દ્વારા લખવામાં આવી અને ડાયરેક્ટર કરવામાં આવી છે. ફિલ્મમાં લીડ એક્ટર પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમાર સિવાય શ્રુતિ હાસન અને જગપતિ, ટીનુ આનંદ, ઈશ્વરીય રાવ, શ્રિયા રેડ્ડી અને રામચંદ્રા રાજુ જોવા મળે છે. 

ડંકી સાથે થશે ટક્કર

શાહરુખ ખાન આ વર્ષે એક પછી એક હીટ ફિલ્મ આપી રહ્યા છે. પહેલા પઠાણ અને તેના પછી તરત આવેલી જવાને બોક્સ ઓફિસ તહેલકો મચાવી દીધો છે. કિંગ ખાનની અપકમિંગ ફિલ્મ ડંકી માટે ફેન્સ ખૂબ એક્સાઈટ છે. તમારી જાણકારી માટે કે ડંકી પણ ક્રિસમસના તહેવારમાં એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આવામાં પ્રભાસ અને શાહરુખ ખાન ફિલ્મ બોક્સ ઓફિસ પર ટકરાઈ શકે છે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.

Leave a comment