શાહીદ કપૂર અને કૃતિ સેનની રોમાંટિક ડ્રામા ફિલ્મનું ટાઇટલ રિવીલ થતા યૂઝર્સે કર્યા ટ્રોલ

શાહીદ કપૂર અને કૃતિ સેનની રોમાંટિક ડ્રામા ફિલ્મનું ટાઇટલ રિવીલ થતા યૂઝર્સે કર્યા ટ્રોલ


Updated: Jan 10th, 2024

નવી મુંબઇ,તા. 10 જાન્યુઆરી 2024, બુધવાર 

શાહિદ કપૂર અને કૃતિ સેનનની અપકમિંગ ફિલ્મનું ટાઇટલ જાહેર થઇ ગયુ છે. શાહિદ કપુરે ફિલ્મનું ટાઇટલ શેર કરીને ચાહકોને સરપ્રાઇઝ આપી છે. પરંતૂ બીજી તરફ, ફિલ્મનું નામ સાંભળીને ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. 

શાહિદ કપૂર અને કૃતિએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મ વિશે અપડેટ્સ આપ્યા છે. શાહિદે પોસ્ટ શેર કરતાં કહ્યું કે, ફિલ્મનું ટાઇટલ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ છે. આ ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઈન વીકમાં 9મી ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં, નિર્માતાઓએ ફિલ્મમાંથી શાહિદ અને કૃતિની એક ઝલક શેર કરી છે. જેને જોયા બાદ ચાહકોની ઉત્સુકતા વધી ગઇ છે. 

રોમેન્ટિક ડ્રામા 

પહેલીવાર કૃતિ શાહિદ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. બંને બોલિવૂડના ફેવરિટ સ્ટાર્સ છે જેમની ફિલ્મોની ચાહકો રાહ જોતા હોય છે. ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આના પર યુઝર્સ તરફથી ભારે પ્રતિક્રિયા આવી રહી છે. 

એક યુઝરે લખ્યું કે, ‘આટલું મોટું નામ કોણ રાખે છે ભાઈ’. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘મને લાગ્યું કે એક ગીત છે’, તો બીજા યુઝરે કહ્યું – ‘હું એક સેકન્ડ માટે કન્ફ્યુઝ થઈ ગયો.’ આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે આ નવી જોડી ચાહકોનું મનોરંજન કરવામાં સફળ થાય છે કે નહીં?

રિપોર્ટ્સ અનુસાર, શાહિદ આગામી ફિલ્મમાં એક વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે સ્ટોરીની વાત કરીએ તો શાહિદ એક રોબોટના પ્રેમમાં પડે છે. ખાસ વાત એ છે કે તે રોબોટને શાહિદ પોતે ડિઝાઇન કરે છે. ફિલ્મમાં તે રોબોટ બીજું કોઈ નહીં પણ કૃતિ સેનન પોતે છે. અમિત જોશી અને આરાધના સાહે ફિલ્મની વાર્તા લખી છે અને તેનું નિર્દેશન પણ કર્યું છે. જ્યારે, ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન, જ્યોતિ દેશપાંડે અને લક્ષ્મણ ઉતેકરે કર્યું છે.

Leave a comment