શું તમને પણ ચાંદલો લગાવવાથી થાય છે એલર્જી, તો અપનાવી જુઓ આ નુસ્ખા

શું તમને પણ ચાંદલો લગાવવાથી થાય છે એલર્જી, તો અપનાવી જુઓ આ નુસ્ખા


Updated: May 22nd, 2023

                                                   Image Source: Freepik

અમદાવાદ, તા. 22 મે 2023 સોમવાર

ભારતીય મહિલાઓના શ્રૃંગારમાં બિંદીનું ખૂબ વધુ મહત્વ હોય છે. કોઈ પણ મહિલા જ્યારે કપાળે ચાંદલો લગાવે છે ત્યારે તેની સુંદરતામાં વધારો થઈ જાય છે. પરંતુ અમુક મહિલાઓને ચાંદલાની એલર્જી હોય છે. ઘણી મહિલાઓની સ્કિન ખૂબ સેન્સેટિવ હોય છે. જેના કારણે તેમને આ સૂટ કરતુ નથી. દરમિયાન એલર્જીની સમસ્યા થવી સ્વાભાવિક છે. આ એલર્જીના કારણે મહિલાઓ બિંદી લગાવવાનું છોડી છે. 

મોઈશ્ચરાઈઝર

ઘણી વખતે આ એલર્જી શુષ્કતાના કારણે થઈ હોય છે. દરમિયાન દિવસમાં 3થી 4 વખત કપાળ પર મોઈશ્ચરાઈઝર લગાવો. જેથી ચાંદલો લગાવવાના સ્થાને ભીનાશ જળવાઈ રહેશે.

નારિયેળ તેલ

ચાંદલો લગાવવાના સ્થાને નારિયેળ તેલથી દરરોજ બે મિનિટ સુધી મસાજ કરો. નારિયેળ તેલ સ્કિન માટે બેસ્ટ મોઈશ્ચરાઈઝર એજન્ટ માનવામાં આવે છે. આનાથી ત્વચામાં ભીનાશ રહેશે અને ચાંદલાની એલર્જીથી રાહત મળશે.

એલોવેરા જેલ

રાત્રે સૂતા પહેલા જો તમે દરરોજ એલોવેરા જેલ લગાવશો તો તેનાથી તમારી ત્વચાને એલર્જી સામે લડવાની શક્તિ મળશે. એલોવેરામાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-સેપ્ટિક ગુણ હોય છે, જે ત્વચાને એલર્જીથી બચાવીને રાખે છે. 

કંકુ

જો આ તમામ નુસ્ખાઓનો ઉપયોગ કર્યા બાદ પણ તમારી એલર્જી ઓછી થઈ રહી ના હોય તો ચાંદલા માટે તમે કંકુનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી સ્કિન પર કોઈ ઈફેક્ટ પડતી નથી.

Leave a comment