[ad_1]
Updated: Jun 5th, 2023
Image Source: Freepik
અમદાવાદ, તા. 05 જૂન 2023 સોમવાર
ઉનાળામાં પરસેવા આવવો ખૂબ જ સામાન્ય છે પરંતુ અમુક લોકોને સામાન્ય કરતા વધુ પરસેવો થતો હોય છે. પરસેવો થવાના કારણે શરીરમાંથી દુર્ગંધ આવતી રહે છે. દર વખતે ચીકાશ અનુભવાય છે. આ સિવાય ડિહાઈડ્રેશનની પણ સમસ્યા થઈ જાય છે.
મસાલેદાર ભોજન
જો તમને ખૂબ વધુ પરસેવો થતો હોય તો ઉનાળામાં વધુ તીખુ અને મસાલેદાર ભોજન ન ખાવુ જોઈએ કારણ કે જ્યારે તમે મસાલેદાર ભોજન ખાવ છો તો તમારુ શરીર આ ગરમીને બહાર કાઢીને શરીરને ઠંડુ કરવા માટે પરસેવો કાઢવા લાગે છે. ખૂબ વધુ મસાલેદાર ભોજન ખાવાથી શરીરમાં પરસેવો બનવાની પ્રક્રિયા ઝડપી બને છે.
કેફીન
ઉનાળામાં જો તમે વધુ પડતી ચા કે કોફીનું સેવન કરી રહ્યા હોવ તો તેને ટાળવુ જોઈએ કેમ કે કેફીનથી બનેલા ખાદ્ય પદાર્થના સેવનથી શરીરમાંથી વધુ પ્રમાણમાં પરસેવો બહાર આવે છે. દરમિયાન તમે સંતુલિત પ્રમાણમાં કોફી કે ચા નું સેવન કરો કે બિલકુલ ન પીવો.
સુતરાઉ કપડા
ઉનાળામાં એવા કપડા ન પહેરો જેમાંથી હવાની અવરજવર રોકાઈ જાય. હંમેશા કોટનના કપડા પહેરો જેમાં પરસેવો સૂકાવામાં સરળતા રહે. આ શરીરમાંથી પરસેવો શોષે છે અને તેને ઝડપથી સૂકાવામાં પણ મદદ કરે છે.
યોગ
ઉનાળામાં જો તમે ડેઈલી રૂટીનમાં યોગને સામેલ કરશો તો આનાથી પણ તમને પરસેવો આવવાની સમસ્યામાં રાહત મળી જશે, યોગ શરીરના નસોને શાંત રાખે છે અને વધુ પ્રમાણમાં પરસેવો બનવાની પ્રક્રિયાને ઓછી કરે છે.
લિક્વિડ
ઉનાળામાં શક્ય તેટલુ લિક્વિડ પીવુ જોઈએ. પોતાની ડાયેટમાં ફળોના જ્યુસ સામેલ કરો. સવારના સમયે કોફી કે ચા પીવાના બદલે ઠંડા જ્યુસ પીવો. આ તમારા શરીરના તાપમાનને નિયંત્રિત કરશે અને ખૂબ વધુ પરસેવો શરીરમાંથી બહાર નહીં કાઢે.