શું તમે ક્યારેય કોઈક ખાસ વ્યક્તિને જોતા જ હાર્ટબીટ વધી જવાનું અનુભવ્યુ છે? જાણો તેનું વૈજ્ઞાનિક કારણ

[ad_1]

Updated: May 27th, 2023

                                                      Image Source: Freepik

અમદાવાદ, તા. 27 મે 2023 શનિવાર

દિલ સંબંધિત બે વાતો તમે ઘણા લોકો પાસેથી સાંભળી હશે. અચાનક કંઈક ઘટવા પર એ કહેવુ કે ‘ઓહ, મારા દિલની ધડકનો રોકાઈ ગઈ હતી અથવા કોઈક ખાસ વ્યક્તિને જોઈને હૃદયના ધબકારા વધી જવા. શું તમે રિયલ લાઈફમાં આવુ કશુ અનુભવ્યુ છે. જો અનુભવ્યુ હોય તો હકીકતમાં દિલ સંબંધિત આ વાતો ફિલ્મી નથી પરંતુ બિલકુલ સાચી છે અને વૈજ્ઞાનિક રીતે સાબિત પણ છે. 

શા માટે હૃદયના ધબકારા વધી જાય છે

તમારી લાગણી અને તમારા હૃદયનો ગાઢ સંબંધ હોય છે. તમે ડર અનુભવો છો, કોઈકને પ્રેમ કરો છો કે પછી કોઈક વાત અંગે ખૂબ વધુ ઉત્સાહિત થાવ છો. દરેક પરિસ્થિતિમાં તમારા હૃદયના ધબકારા પર અસર પડે છે. સરળ ભાષામાં આ રીત સમજીએ કે તમે કોઈ સ્પર્ધાનો ભાગ બન્યા છો. સ્પર્ધા શરૂ થયા પહેલા તમારુ હૃદય ઝડપથી ધબકે છે. આનો અર્થ એ થાય છે કે હૃદયની પ્રોડક્ટિવ મેકેનિઝ્મ એક્ટિવ થઈ ચૂકી છે. જે તમારુ બેસ્ટ આઉટપુટ આપવા માટે તૈયાર છે. જેના કારણે તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતાઓ સાથે કામ કરી શકો છો.

શું છે કારણ

ઈન્ટેન્સ સિમ્પેથેટિક ડિસ્ચાર્જના કારણે હૃદય પર આવી અસર પડે છે. આ ડિસ્ચાર્જના કારણે ખાસ પ્રકારના હોર્મોન એક્ટિવ થાય છે જેને Catecholamines કહેવામાં આવે છે. આ હોર્મોનની સીધી અસર હૃદયના ધબકારા અને ગતિ પર થાય છે. તમારા હૃદયના ધબકારા વધવા પાછળનું આ જ કારણ હોય છે.

હૃદયના ધબકારાનું રોકાઈ જવુ

આ માત્ર એક પળની વાત છે. હૃદયના ધબકારા લાંબા સમય સુધી રોકાઈ જાય તો જીવ માટે જોખમ છે પરંતુ એક ક્ષણ માટે રોકાઈ જાય તો તેનુ સાયન્સ અલગ છે. જ્યારે કંઈક ખાસ અને ખૂબ ઈન્ટેન્સ હોર્મોન શરીરમાં વધે છે તો પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યૂલર કોન્ટ્રેક્શન થાય છે જ્યારે હૃદયને ઈલેક્ટ્રિકલ સિગ્નલ આપનારા પેસમેકર સેલના સ્થાને આ કોન્ટ્રેક્શન આવી જાય તો તે નેક્સ્ટ ધબકારાને ઈન્ટરફિયર કરે છે. જેના કારણે પોઝ આવી શકે છે અને હૃદય વધુ લોહીથી ભરાઈ જાય છે. જે બાદ જે બીટ આવે છે ત્યારે બ્લડનું વોલ્યૂમ વધી જાય છે. આ સમગ્ર પ્રોસેસ એવી લાગે છે જાણે કે પળભર માટે હૃદયે ધબકવાનું બંધ કરી દીધુ હોય.

Leave a comment