શું તમે ક્યારેય ચંદ્ર નમસ્કાર વિશે સાંભળ્યુ છે? જાણો તેના શારિરીક-માનસિક ફાયદા

શું તમે ક્યારેય ચંદ્ર નમસ્કાર વિશે સાંભળ્યુ છે? જાણો તેના શારિરીક-માનસિક ફાયદા


Updated: May 26th, 2023

                                                       Image Source: Freepik

નવી દિલ્હી, તા. 26 મે 2023 શુક્રવાર

યોગ કરવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા પહોંચે છે આ વાત કોઈનાથી અજાણ નથી. સાથે જ ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓથી છુટકારો મળે છે. ઘણીવાર એ કહેવામાં આવ્યુ છે કે યોગ કરવાથી શરીરની નાની અમથી બીમારી પણ સાજી થઈ શકે છે. માણસના શરીર માટે યોગ અસરદાર અને નેચરલ સારવાર છે. 

ચંદ્ર નમસ્કારના લાભ

સૂર્ય નમસ્કારના આપણે અનેક ફાયદા અને તેનાથી થનારા લાભ વિશે વાંચ્યુ છે, જોયુ છે અને સાંભળ્યુ છે. પરંતુ શું તમે ચંદ્ર નમસ્કાર વિશે સાંભળ્યુ છે જે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે. આ ખાસ યોગ ઘણીવાર લોકો ગરમીમાં કરે છે જેનાથી શરીર એકદમ ઠંડુ રહે છે. ચંદ્ર નમસ્કાર તમને એનર્જેટિક રાખે છે. સાથે જ તમને આ શાંત, આરામ અને ક્રીએટિવ રાખે છે. ચંદ્ર નમસ્કાર કરવાથી કરોડરજ્જુ, હેમસ્ટ્રિંગ અને પગના પાછલા ભાગો મજબૂત બને છે. માત્ર એટલુ જ નહીં આ પગ, હાથ, પીઠ અને માંસપેશીઓને મજબૂત બનાવે છે.

એક રિપોર્ટ અનુસાર ગરમીમાં ચંદ્ર નમસ્કાર એટલા માટે જરૂરી હોય છે કેમ કે આ તમારા શરીરને ઠંડુ રાખે છે. આ તમને આંતરિક રીતે સુંદર, શાંત અને ઠંડુ રાખે છે.ચંદ્ર નમસ્કાર સ્પષ્ટતા લાવવામાં મદદ કરે છે અને આપણા શરીરના તાપમાનને ઠંડુ કરે છે. ચંદ્ર નમસ્કાર શ્વાસ લેવાની પેટર્ન અને પાચનતંત્રનું કાર્ય અને સંતુલનને વધારે છે.

સૂર્ય નમસ્કારની તુલનામાં ચંદ્ર નમસ્કારને વધુ કોમળ અને શાંત કરનારો અભ્યાસ માનવામાં આવે છે. આમાં શાંત, આરામ અને રચનાત્મક ગુણ છે અને તે મનને પણ શાંત કરે છે. ચંદ્ર નમસ્કાર કરવાથી તણાવ હંમેશા દૂર રહે છે. તમારુ મન શાંત રહે છે.

Leave a comment