શું તમે ગરમીમાંથી આવી તરત આ કામ કરી રહ્યા છો તો ચેતી જજો, બની શકો છો હીટ સ્ટ્રોકનો શિકાર

[ad_1]

ગરમીમાંથી આવી આપણે તરત પાણી પીવુ જોઈએ નહી

ગરમીમાંથી આવ્યા બાદ ઘણા લોકો તરત નાવા જતા હોય છે પરંતુ આ આદત ખરાબ છે.

Updated: May 28th, 2023

Image Envato

તા. 28 મે 2023, રવિવાર

મે મહિનાની ગરમીમાં લોકોને જીવવું મુશ્કેલ થઈ જાય છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડી વસ્તુઓનું સેવન કરતા હોય છે.અને આવા સમયમાં એસી, કુલર જેના સાધનોનો ઉપયોગ ઘણો જ વધી જાય છે. તો અત્યારે હવામાન વિભાગનું કહેવુ છે કે થોડા દિવસમાં વિધિવત ચોમાસાની શરુઆત થઈ જશે. પરંતુ ત્યા સુધી ગરમીમાથી રાહત મેળવવા માટે વિવિધ ઉપાયો કરવા જરુરી છે. આટલી કાળઝાળ ગરમીમાં લૂ થી બચવુ જરુરી છે. અને જો કોઈને એકવાર લૂ લાગી જાય તો ઘણી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ ગરમીમાં આપણી કેટલીક આદતોથી બચવુ જોઈએ. જેથી કરીને આપણે હીટ વેવના શિકાર ન બનીએ. 

આજે તમને એવી કેટલીક આદતો વિશે વાત કરવી છે કે જેમાં આપણે જાણે અજાણે પણ ભૂલ કરી બેસતા હોય છે. 

1. ગરમીમાંથી આવી આપણે તરત પાણી પીવુ જોઈએ નહી

આપણામાથી ઘણા લોકોની આદત હોય છે કે ગરમીમાંથી આવી તરત જ ફ્રિજનું પાણી પીતા હોઈએ છીએ. કારણે કે ગરમીમાથી આવ્યા હોય ત્યારે ખૂબ જ તરસ લાગી હોય છે. પરંતુ આવુ કરવું જોઈએ નહી ગરમીમાથી આવી થોડો સમય બેસીને આરામ કરવો જોઈએ અને પછી નોર્મલ પાણી પીવુ જોઈએ. 

2.ગરમીમાંથી આવી તરત ખાવા ના બેસો

કેટલાક લોકો ગરમીમાથી આવી તરત ખાવા બેસી જાય છે. ગરમીમાથી તરત આવીને જમવાથી ડાયેરિયા થવાની સંભાવના રહે છે. ગરમીમાથી આવી અડધો કલાક અથવા એક કલાક સુધી ખાવાનું લેવુ જોઈએ નહી. 

3. ગરમીમાંથી આવી તરત નાવુ જોઈએ નહી. 

ગરમીમાંથી આવ્યા બાદ ઘણા લોકો તરત નાવા જતા હોય છે પરંતુ આ આદત ખરાબ છે. આવુ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવુ કરવાથી માથામાં ભયંકર દુખાવો શરુ થઈ શકે છે. તેમજ ગરમીમાથી આવી તરત નાવાથી શરદી- તાવ પણ આવી શકે છે. તમે ગરમીમાથી આવી થોડો સમય પંખાની હવામા બેસો અને શરીરનું તાપમાન નોર્મલ થાય પછી નાવા જવુ જોઈએ. 

Leave a comment