[ad_1]
Updated: Apr 26th, 2023
અમદાવાદ, તા. 26 એપ્રિલ 2023 બુધવાર
શું તમે પણ આગામી સમયમાં નોકરી બદલવા વિશે વિચારી રહ્યા છો તો અમુક વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આજે અમે તે નાણાકીય કાર્યો વિશે જણાવી રહ્યા છીએ જેને નોકરી બદલવા સાથે જ પૂરા કરવા જઈએ.
નોકરી બદલ્યા બાદ પોતાની નવી કંપનીને જૂની નોકરીનો પગાર અને ટીડીએસ વિશે જાણકારી જરૂરથી આપો. આ સાથે જ એ ધ્યાન રાખો કે તમારી નવી કંપની યોગ્ય ટીડીએસ રકમ કાપે. એક્સપર્ટ્સ અનુસાર વર્ષના મધ્યમાં નોકરી બદલવા પર પોતાની નવી કંપનીમાં ફોર્મ 12 બી જમા કરાવો. જેમાં તમારી સેલેરી અને રોકાણની સંપૂર્ણ જાણકારી હોય છે.
આ સાથે જ નવી કંપનીમાં ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે તમારે ફોર્મ 16ની પણ જરૂર પડશે. જૂની કંપનીમાં ઈનકમ પ્રૂફ જમા કર્યા બાદ પણ નવી કંપનીમાં બીજીવાર તમામ ઈનકમ પ્રૂફ જમા કરાવી દો. બાદમાં આઈટી ડિપાર્ટમેન્ટની જરૂરિયાત અનુસાર તમે ગમે ત્યાં આ ઈનકમ પ્રૂફને જમા કરાવી શકે છે.
કંપનીઓ પોતાના કર્મચારીઓને હેલ્થ ઈન્શ્યોરન્સ કવર આપે છે. સામાન્યરીતે આ કવર કર્મચારીની સાથે તેમના પરિવાર અને બાળકોને મળે છે. એ પણ જોઈ લો કે નવી કંપનીમાં તમને હેલ્થ ઈન્શ્યોરન્સનો કેટલો લાભ મળી રહ્યો છે.
નવી કંપની જોઈન કરતા જ તમે તમારી PFનો UAN નંબર નવા એમ્પ્લૉયરને જરૂર સબમિટ કરાવી દો. દરમિયાન બાદમાં બે-બે UAN નંબર બને નહીં અને તમારા માટે તમારુ પીએફ રોકાણ ટ્રેક કરવાનું સરળ હશે.
ઘણીવાર નવી નોકરી વધુ પગાર લઈને આવે છે. દરમિયાન તમારા પગારમાં વધારો થયો છે તો તમે તમારુ જૂનુ દેવુ જેમ કે હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન વગેરે ટૂંક સમયમાં આટોપી શકો છો.
પગાર વધવા સાથે જ તમે તમારા રોકાણની મર્યાદાને પણ વધારી દો. જો તમે ટેક્સ ફ્રી રિટર્ન સ્કીમની શોધમાં હોવ તો વોલેન્ટરી પ્રોવિડેન્ટ ફંડમાં રોકાણ કરવુ એક સારો વિકલ્પ છે.