શ્રી દેવીની ઑનસ્ક્રીન પુત્રી સજલ અલીએ પતિથી અલગ થવાની આપી હિન્ટ, ઇન્સ્ટા પરથી પતિનું નામ હટાવ્યું

શ્રી દેવીની ઑનસ્ક્રીન પુત્રી સજલ અલીએ પતિથી અલગ થવાની આપી હિન્ટ, ઇન્સ્ટા પરથી પતિનું નામ હટાવ્યું


Updated: Jun 6th, 2023

( Image Source : sajalaly )

નવી મુંબઇ, તા.6 જૂન 2023, મંગળવાર 

ફિલ્મ મોમમાં શ્રીદેવીની પુત્રીની ભૂમિકા ભજવનાર પાકિસ્તાની અભિનેત્રી સજલ અલી પોતાના અંગત જીવનને લઇને ચર્ચામાં છે. ભારતમાં પણ ફિલ્મ ‘મોમ’માં શાનદાર ભૂમિકા ભજવીને જબરદસ્ત ફેન ફોલોઈંગ બનાવ્યું હતું. હવે અભિનેત્રી તેના પતિથી છૂટાછેડાના સમાચારને લઈને ચર્ચામાં છે. મળતી માહિતી પ્રમાણે તેમણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પતિનું નામ હટાવી દીધું છે. 

અચાનક પતિનું નામ કાઢી નાખ્યું

સજલના ચાહકો તેના અંગત જીવનમાં ખલેલ વિશે પહેલાથી જ જાણતા હતા. આવી સ્થિતિમાં, જ્યારે તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પતિનું નામ હટાવ્યું, ત્યારે ચાહકોની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ કે, બંને વચ્ચે ઝઘડો વધી ગયો છે. 

આ પહેલા સજલે પોતાના  હેન્ડલ પર લખ્યું હતું, ‘સજલ અહદ રઝા મીર’. જેને બદલીને તેણે હવે તેને ‘સજલ અલી’ કરી દીધી છે. લગ્ન પહેલા પણ સજલે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ જ નામ રાખ્યું હતું.

સજલ અલીના પતિ સાથેના ઝઘડાના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. બંને લાંબા સમયથી એકબીજા સાથે જોવા મળતા ન હતા. ત્યારથી બંનેના અલગ થવાની વાતો ચાલી રહી છે. તે જ સમયે સેજલ બહેનના લગ્નમાં પણ એકલી પહોંચી હતી. ત્યારથી અફવાઓ વધી ગઇ છે. 

2020 માં લગ્ન કર્યા

28 વર્ષની સજલે 15 માર્ચ 2020ના રોજ કેનેડિયન-પાકિસ્તાની અભિનેતા અને ગાયક અહાઝ રઝા મીર સાથે લગ્ન કર્યા હતા. કોરોના કાળના કારણે આ લગ્ન દુબઈ અને કરાચીમાં નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, લગ્નના ત્રણ વર્ષ પછી જ બંને વચ્ચેના ઝઘડાના સમાચારથી ચાહકો ખૂબ જ ચોંકી ગયા છે.

Leave a comment