શ્રેયાની સૂરાવલિ: વિવિધ સંગીતકાર, વિવિધ ગીત, વિવિધ મૂડ, વિવિધ અદા!

[ad_1]


– રાહત ફતેહ અલી ખાન અને ઓસમાણ બંને બુલંદ મર્દાના કંઠના ધણી. બંને શ્રેયાની તુલનાએ સિનિયર. છતાં ન તો શ્રેયા આ કલાકારોથી અંજાઇ કે ન તો નર્વસ થઇ. એણે આ બંને પુરુષ કલાકારો સાથે પોતાનાં ગીતોને પૂરેપૂરી સજ્જતાથી જમાવ્યાં.

આ મ તો છેલ્લાં અઢાર વીસ વર્ષમાં શ્રેયા ઘોષાલે જુદી જુદી ભારતીય ભાષામાં સેંકડો ગીતો ગાયાં. એમાંનાં મોટા ભાગનાં ગીતો સુપરહિટ નીવડયાં એ આપણે સૌ જાણીએ છીએ. હવે એણે ગાયેલાં થોડાં ગીતોની વિશેષતાની વાત કરીએ અને એ ગીતોનો આસ્વાદ માણીએ. એણે ગાયેલાં બધાં ગીતોનો ઉલ્લેખ શક્ય નહીં બને. આપણે થોડાંક ગીતોનો આસ્વાદ જરૂર લઇ શકીએ.

શ્રેયાએ ગાયેલાં ગીતોની વાત કરીએ ત્યારે ઔર એક વિશેષતાની પણ નોંધ કરવી જોઇએ. એ વિશેષતા એટલે જુદી જુદી ઇમેજ ધરાવતા સંગીતકારો માટે શ્રેયાએ ગાયેલાં ગીતો તેમજ વિવિઘ ગાયકો સાથેનો એનો અનુભવ. દાખલા તરીક જગવિખ્યાત પાકિસ્તાની ગાયક (હવે સ્વર્ગસ્થ) નુસરત  ફતેહ અલી ખાનના સંબંધી અને ગાયક રાહત ફતેહ અલી ખાન. આ ગાયક સાથે શ્રેયાએ ગાયેલું ગીત અથવા ટોચના તબલાંવાદક મટીને એવા જ ટોચના ગાયક બની રહેલા ‘મન મોર બની થનગાટ કરે’ ફેમ ઓસમાણ મીર. એની સાથે શ્રેયાએ ગાયેલું ગીત. સંગીતકારોની વાત કરીએ તો ઇસ્માઇલ દરબાર અને સંજય લીલા ભણસાલીથી શરૂ કરીને અનુ મલિક, હિમેશ રેશમિયા, અજય-અતુલ, વિશાલ-શેખર, પ્રીતમ, રવીન્દ્ર જૈન વગેરે. આ દરેક સંગીતકારની પોતીકી શૈલી છે અને સૂરાવલિ સર્જતી વખતે દેશી- વિદેશી ઢબના પ્રયોગો કરવાની તેમની ખૂબી કે ખામી છે.

ગીતોના વૈવિધ્યની વાત કરીએ તો શ્રેયાએ ભારતીય શાીય સંગીત પર આધારિત ગીતો ‘દેવદાસ’માં ગાયાં ત્યાર પછી ‘જિસ્મ’નાં બે કામુક કહેવાય એવાં ગીતો ગાયાં. સાથોસાથ અજય-અતુલના સંગીતમાં ફિલ્મ ‘અગ્નિપથ’માં ‘ચિકની ચમેલી’ જેવું આઇટમ સોંગ પણ એટલી જ સ્વાભાવિકતાથી ગાયું. ‘અગ્નિપથ’માં તિક રોશન અને સંજય દત્તની સાથોસાથ આ ગીત કેટરિના કૈફ પર ફિલ્માવાયું હતું. ફિલ્મના એ પ્રસંગ અને કેટરિનાના વ્યક્તિત્વને અનુરૂપ શ્રેયાએ પોતાના કંઠને ઢાળ્યો એ સમજી શકાય એવી વાત છે. એ જ તિક રોશનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘ક્રિશ-૩’માં શ્રેયાએ ગાયેલું ‘ગોડ અલ્લા ઔર ભગવાન…’ ગીત સાંભળો. અહીં ફરી એકવાર ફિલ્મની કથા અને ચોક્કસ પ્રસંગને અનુરૂપ પોતાના કંઠને શ્રેયાએ બહેલાવ્યો હતો. અલબત્ત, એમાં સંગીતકારે લીધેલો પરિશ્રમ પણ મહત્ત્વનો ગણાય. ગીતોનું વિષય વૈવિધ્ય પણ નોઁધવું રહ્યંુ.

રાહત ફતેહ અલી ખાન સાથે શ્રેયાએ ગાયેલું ગીત એટલે ફિલ્મ બોડીગાર્ડનું ‘તેરી મેરી પ્રેમકહાની હૈ મુશ્કિલ’, ‘દો લફ્ઝોં મેં યહ બયાં ના હો પાયે…’ અહીં મહત્ત્વ એ વાતનું છે કે આ ફિલ્મના સંગીતકાર હિમેશ રેશમિયા હતા. સંગીતકાર હિમેશે રચેલી સૂરાવલિ ગાવા ઉપરાંત શ્રેયાએ ગાયક  હિમેશ સાથે પણ યુગલગીત ગાયું છે. ‘બોડીગાર્ડ’માં રાહત ફતેહ અલી ખાન શ્રેયાના સહગાયક હતા. અહીં એક સરસ યોગાનુયોગ યાદ આવ્યો. શ્રેયાએ કારકિર્દીની શરૂઆતનાં વરસોમાં થોડાંક એવાં ગીતો ગાયાં જે ભારતીય સંગીતની સદા સુહાગિન ગણાતી ભૈરવી પર આધારિત હતાં. છતાં દરેક ગીતની પોતાની ખૂબી અલગ હતી એટલે ભૈરવી હોવા છતાં દરેક ગીત પોતાની રીતે આગવું અને અનોખું બની રહ્યું.

આ વાતને જરા જુદી રીતે સમજીએ. સંજય લીલા ભણસાલીની જ અન્ય ફિલ્મ ‘રામલીલા’માં ‘નગાડા સંગ ઢોલ બાજે ઢોલ બાજે…’ ગીત પણ ભૈરવી રાગિણીમાં છે. આ ગીતમાં શ્રેયા સાથે આપણો દાદુ ગાયક ઓસમાણ મીર છે. ‘બોડીગાર્ડ’માં રાહત ફતેહ અલી ખાન ને ‘રામલીલા’માં ઓસમાણ મીર… બંને ગીત એક જ રાગિણીમાં ફક્ત તાલ જુદો. ‘નગાડા સંગ ઢોલ…’માં છ માત્રાનો દાદરો તાલ અને ‘બોડીગાર્ડ’માં આઠ માત્રાનો કહેરવો. રાહત ફતેહ અલી ખાન અને ઓસમાણ બંને બુલંદ મર્દાના (મેસ્ક્યુલીન) કંઠના ધણી. બંને શ્રેયાની તુલનાએ સિનિયર. છતાં ન તો શ્રેયા આ કલાકારોથી અંજાઇ કે ન તો નર્વસ થઇ. એણે આ બંને પુરુષ કલાકારો સાથે પોતાના ગીતને પૂરેપૂરી સ્વસ્થતા અને સજ્જતાથી જમાવ્યાં. 

આ જ રીતે શ્રેયાનાં અન્ય ગીતોનો આસ્વાદ લઇ શકીએ. આવનારા બે ત્રણ એપિસોડમાં આપણે શ્રેયાએ ગાયેલાં થોડાં સુપરહિટ ગીતોનો આસ્વાદ માણવાનાં છીએ.  (ક્રમશ:)  

Leave a comment