સની દેઓલ બનશે ‘હનુમાન’! ‘રામાયણ’ ફિલ્મમાં રણબીર કપૂર પણ જોવા મળશે

સની દેઓલ બનશે ‘હનુમાન’! ‘રામાયણ’ ફિલ્મમાં રણબીર કપૂર પણ જોવા મળશે


Updated: Oct 11th, 2023

                                                          Image Source: Facebook

મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2023 બુધવાર

રણબીર કપૂરની નવી ફિલ્મ રામાયણમાં સની દેઓલની પણ એન્ટ્રી થવાની છે. ગદર 2 ની સક્સેસ બાદ તેમને નવી ફિલ્મ ઓફર થઈ છે ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી છે તેઓ હજુ તેમની ફિલ્મની સ્ટાર કાસ્ટ નક્કી કરી રહ્યા છે. દરમિયાન રામાયણ માટે હનુમાનનો રોલ કોણ ભજવશે તેની પસંદગી કરવામાં આવી રહી છે હવે માહિતી એ મળી રહી છે કે આ ફિલ્મ માટે હનુમાનના રોલ માટે ગદર સ્ટાર સની દેઓલનું નામ સામે આવી રહ્યુ છે.

આ કારણોસર સની દેઓલ ‘હનુમાન’ બની શકે છે

સૂત્રો અનુસાર હનુમાન તાકાતનું પ્રતીક છે અને આ રોલ માટે સની દેઓલ કરતા શ્રેષ્ઠ ઈન્ડસ્ટ્રીમાં કોઈ બીજુ નથી. સની દેઓલે નિતેશ તિવારીની રામાયણનો ભાગ બનવામાં રસ દાખવ્યો છે. તેઓ હનુમાનની ભૂમિકા નિભાવવા માટે પણ ઉત્સાહિત છે. જોકે હજુ આ વાતચીત શરૂઆતી સ્તરે છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં નજર આવશે. પહેલા સીતા માતા માટે આલિયા ભટ્ટની પસંદગી કરાઈ પરંતુ તેની સાથે તારીખને લઈને કોઈ પ્રોબ્લેમના કારણે સાઉથ સુપરસ્ટાર સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં નજર આવશે અને કેજીએફ ફેમ યશને રાવણના રોલ માટે પસંદ કરવામાં આવ્યો છે.

Leave a comment