સલમાન ખાનને ઢીલોઢસ્સ જોઈ ચાહકોને તેની તબિયતની ચિંતા

સલમાન ખાનને ઢીલોઢસ્સ જોઈ ચાહકોને તેની તબિયતની ચિંતા


Updated: Oct 4th, 2023


– દિલ્હીની એક બર્થ ડે પાર્ટીનો વીડિયો વાયરલ 

– સલમાન ડાન્સ સ્ટેપમાં લડખડાતો હોવાનું તથા એકદમ થાકેલો લાગતો હોવાનું ચાહકોએ નોંધ્યું

મુંબઈ : સલમાન ખાનને એક વાયરલ વીડિયોમાં બહુ થાકેલો અને નિસ્તેજ જોઈને તેના ચાહકો ચિંતાતુર બન્યા છે. સલમાને તેની તબિયત બાબતે સંભાળ લેવી જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી છે. 

સલમાન ખાન પોતાનાં જ એક ગીત પર નાચી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બાદમાં એવું બહાર આવ્યું હતું કે દિલ્હીમાં એક ઉદ્યોગપતિ પરિવારનાં સંતાનની બર્થ ડે પાર્ટીમાં તે ડાન્સ કરી રહ્યો હતો. 

આ વીડિયોમાં સલમાન ડાન્સ સ્ટેપમાં લડખડાય છે અને બહુ જ થાકેલો થાકેલો તથા નિસ્તેજ જણાય છે તેની નોંધ તેના ચાહકોએ લીધી હતી. 

એક ચાહકે લખ્યુ ંહતું કે સલમાનની ફિટ દેખાવાની ધગશનો હું પ્રશંસક હતો પરંતુ આ વીડિયો જોઈને લાગે છે કે તેણે જીમ જવાનું તથા પોતાની તબિયતની દરકાર લેવાનું બંધ કરી દીધું છે. 

સંખ્યાબંધ લોકોએ લખ્યું હતું કે સલમાનની આ હાલત જોઈને તેમને આંચકો લાગ્યો છે. વધતી વયની અસર આ પહેલાં આટલી ક્યારેય વર્તાતી ન હતી. કેટલાક લોકોએ લખ્યું હતું કે સલમાનની આવી સ્થિતિ તેમનાથી જોઈ શકાતી નથી. આશા છે કે તે ફરી વર્ક આઉટ શરી કરી દેશે અને પોતાની હાલત સુધારશે. 

Leave a comment