સલમાન ખાન આગામી ફિલ્મ માટે વજન વધારશે

સલમાન ખાન આગામી ફિલ્મ માટે વજન વધારશે


Updated: Oct 15th, 2023

– આ ફિલ્મમાં તે  પેરામિલિટ્રી ઓફિસરની ભૂમિકા ભજવે તેવી ચર્ચા

મુંબઇ : સલમાન ખાનની ટાઇગર ૩  દિવાલી પર રિલીઝ થઇ રહી છે. હવે અભિનેતા પોતાની આગામી ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. રિપોર્ટસના અનુસાર, તેની આગામી ફિલ્મ દિગ્દર્શક વિષ્ણુવર્ધન સાથેની હશે. જેને કરણ જોહર પ્રોડયુસ કરશે. સલમાન આ ફિલ્મ માટે વજન વધારવાનો છે. જેની તૈયારી તેણે અત્યારથી શરૂ કરી દીધી છે. 

સાથેસાથે એ પણ ચર્ચા છે કે, આ ફિલ્મમાં સલમાન ખાન સાથે જોડી જમાવવા સામંથા રૂથ પ્રભુનો સંપર્ક કરવામાં આવીરહ્યો છે. હાલ આ રોલ માટે સામંથા ફિલ્મસર્જક સાથે વાતચીત કરી રહી હોવાનું કહેવાય છે. જોકે આ વાતની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. 

ેસલમાન ખાન કરણ જોહર અને વિષ્ણુવર્ધનની આગામી ફિલ્મમાં પેરામિલિટ્રી ઓફિસરના રોલમાં જોવા મળે તેવી ચર્ચા છે. હજી સુધી આ ફિલ્મનું શીર્ષક નક્કી કરવામા ંઆવ્યું નથી. રિપોર્ટની માનીએ તો અભિનેતાએ આ ફિલ્મના પાત્રને ન્યાય આપવા માટે ફુલ બોડી ટ્રાન્સફોર્મેશન કરવાનો છે. 

આ રોલ માટે સલમાન અત્યારથી ખાસ ડાયટ અને જિમ રૂટિનને ફોલો કરી રહ્યો છે. સૂત્રોની માનીએ તો, આ ફિલ્મ એકશનથી ભરપુર હોવાથી સલમાન એકળન દ્રશ્યો માટે પણ વિશેષ તાલીમ લેવાનો છે. આ પહેલા સલમાને ફિલ્મ સુલતાન માટે પોતાનું વજન વધાર્યું હતું. 

Leave a comment