સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ 8 કરોડમાં બની, બોક્સ ઓફિસ પર કર્યું 65 કરોડનું કલેક્શન

[ad_1]

માત્ર એકલા કેરળમાંથી 40 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી

ઓછા બજેટમાં તૈયાર થયેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યો

Updated: Sep 8th, 2023

Image Instagram 

તા. 8 સપ્ટેમ્બર 2023, શુક્રવાર

સાઉથમાં શાહરુખ ખાનની જવાને હલ્લાબોલ મચાવ્યો છે. આ પહેલા રજનીકાંતની જેલરે જોરદાર તોફાન મચાવ્યું હતું. આ બધા વચ્ચે એક એવી પણ ફિલ્મ આવી છે કે જે ઓછા બજેટમાં તૈયાર થયેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી રહી છે. આ ફિલ્મમાં જોરદાર એક્શન છે અને એકદમ નવા સ્ટાર્સ છે. આ ફિલ્મ લગભગ આઠ કરોડના ખર્ચે બની છે,પરંતુ દુનિયાભરમાંથી આ ફિલ્મે લગભગ 65 કરોડ રુપિયાથી વધારેનું કલેક્શન કરી લીધુ છે. 

મલયાલમ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ રિલીઝ હતી 

આ ફિલ્મનું નામ સાંભળી તમે સૌ હેરાન થઈ જશો. આ ફિલ્મનું નામ છે. આરડીએક્સ: રોબર્ટ ડોની જેવિયર આ મલયાલમ ફિલ્મ છે. આ મલયાલમ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. ત્યારથી અત્યાર સુધી સતત દર્શકોનો પ્રવાહ રોકાયો નથી. 

માત્ર એકલા કેરળમાંથી 40 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી

મલયાલમ ફિલ્મ આરડીએક્સ: રોબર્ટ ડોની જેવિયરએ કેરળમાંથી 40 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી છે જ્યારે તેને દુનિયાભરમાંથી 65 કરોડથી વધારેનું કલેક્શન કર્યુ છે. આ રીતે આ ફિલ્મ એક મેગા બ્લોકબસ્ટર ફિલ્મ થઈ ગઈ છે. મહત્વની બાબત એ છે કે આ ફિલ્મને જોવાવાળોનો સિલસિલો રોકાઈ નથી રહ્યો. 

Leave a comment