[ad_1]
Updated: May 30th, 2023
Image Source: Freepik
અમદાવાદ, તા. 30 મે 2023 મંગળવાર
શું તમને પણ જમ્યા બાદ વારંવાર ભૂખ લાગે છે. પેટ ભરેલુ હોવા છતાં પણ કંઈક ખાવાનું મન કરે છે તો સાવધાન થઈ જજો કારણ કે આ નોર્મલ નથી ઘણી બીમારીઓના સંકેત છે. વારંવાર ભૂખ લાગવી અને ભોજનથી વજન વધી શકે છે. કેટલીક અન્ય તકલીફ પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. ભોજન બાદ ભૂખ લાગવાનું શુ કારણ હોઈ શકે છે.
અપૂરતી ઊંઘ
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર વારંવાર ભૂખ લાગવાનું કારણ અપૂરતી ઊંઘ પણ હોઈ શકે છે. દરેકે 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. આ મગજ અને ઈમ્યૂન સિસ્ટમને યોગ્ય રાખવામાં મદદ કરે છે. સારી ઊંઘથી પાચનતંત્ર પણ તંદુરસ્ત રહે છે. જ્યારે ઊંઘ પૂરી ન થાય ત્યારે ભૂખનો સંકેત આપતા ઘ્રેલિન હોર્મોન વધી જાય છે. તેથી પૂરતી ઊંઘ લેવી જોઈએ.
ડાયાબિટીસ
વધુ ભૂખ લાગવાનુ કારણ ડાયાબિટીસ પણ હોઈ શકે છે. ડાયાબિટીસના દર્દીમાં ગ્લુકોઝ સેલ્સ સુધી પહોંચી શકતા નથી જેના કારણે એનર્જી બનવાના બદલે યુરીનના માર્ગે બહાર નીકળી જાય છે. ઘણી વખત શુગર લેવલ વધી જવાથી પણ ભૂખ વધુ લાગે છે. દરમિયાન એક વખત શુગર લેવલ ચેક કરાવવુ જોઈએ.
થાઈરોઈડ
થાઈરોઈડના દર્દીઓને પણ વારંવાર ભૂખ લાગે છે. થાઈરોઈડ હોર્મોનનું લેવલ વધવા પર હાઈપરથાઈરોયડિઝ્મ થઈ જાય છે. આ ગ્રેવ્સ બીમારી હોય છે. દરમિયાન વ્યક્તિને લાગે છે કે તેનુ પેટ ખાલી છે અને કંઈક ખાવાનું મન કરી રહ્યુ છે.
પ્રોટીનની ઉણપ
જો તમે પોતાના ડાયટમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન લઈ રહ્યા નહીં હોવ તો તમને વારંવાર ભૂખ લાગી શકે છે. આવુ એટલા માટે કારણ કે પ્રોટીનની મદદથી જ તે હોર્મોન બને છે, જે ભૂખ પૂરી થવાનો સંકેત આપે છે. રિસર્ચ અનુસાર ભોજનમાં પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોવુ જોઈએ, લાંબા સમય સુધી તમને ભેટ ભરેલુ હોવાનો અનુભવ કરાવે છે. દરમિયાન જમ્યા બાદ પણ જો ભૂખ લાગે છે તો ડાયટમાં પ્રોટીન યુક્ત વસ્તુઓનો વધુ સમાવેશ કરવો જોઈએ.
સ્ટ્રેસ
વધુ સ્ટ્રેસ પણ ભૂખ લાગવાનુ કારણ હોય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર વધુ સ્ટ્રેસ રહેવાથી શરીરમાં કાર્ટિસોલ હોર્મોન વધી જાય છે. તેની સીધી અસર ભૂખ પર પડે છે. ડિપ્રેશન, એન્ગ્ઝાયટી ડિસઓર્ડરમાં પણ ભૂખ લાગવાની સમસ્યા વધુ હોય છે