સાવધાન! ભૂલથી આ વસ્તુ ન લઇ જતા પ્લેનમાં, બની શકે છે મોટી દુર્ઘટના, જાણો શું છે કારણ

સાવધાન! ભૂલથી આ વસ્તુ ન લઇ જતા પ્લેનમાં, બની શકે છે મોટી દુર્ઘટના, જાણો શું છે કારણ


એરલાઈન્સ કંપનીઓ વિમાનમાં પરફ્યુમ ડિઓડરન્ટ અંગે પોતાના નિયમો બનાવે છે

એરલાઈન્સ કંપનીઓ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના નિયમોનું પાલન કરે છે

Updated: Jun 7th, 2023

Image:Pixabay

દરેક વ્યક્તિને પરફ્યુમ અથવા ડિઓડરન્ટ લગાવવાનું પસંદ હોય છે. શરીરની દુર્ગંધ દૂર થઈ જાય છે અને કેટલીકવાર જ્યારે વ્યક્તિને વધુ સારી ગંધ આવે છે, ત્યારે ઘણા લોકોની સામે તેનો આત્મવિશ્વાસ પણ વધી જાય છે. પરફ્યુમના આટલા ફાયદા હોવા છતાં કેટલીક એરલાઈન્સ કંપનીઓ પ્લેનમાં પરફ્યુમ લઇ જવા પર પ્રતિબંધ રાખે છે. પરફ્યુમમાં એવું શું છે, જેના કારણે તેને એરોપ્લેનમાં લઈ જવાની મંજૂરી નથી.

ઘણી કંપનીઓ પરફ્યુમની મંજૂરી આપતી નથી

વિશ્વભરની એરલાઈન્સ કંપનીઓ વિમાનમાં પરફ્યુમ ડિઓડરન્ટ અંગે પોતાના નિયમો બનાવે છે , દેશના કાયદાઓનું પાલન કરે છે અને ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના નિયમોનું પણ પાલન કરે છે. આ નિયમો અનુસાર તેઓ કેબિનની અંદર પરફ્યુમ લાવવા દે છે. ઘણી કંપનીઓ પરફ્યુમની મંજૂરી આપતી નથી જ્યારે કેટલીક માત્ર ચોક્કસ મર્યાદા સુધી વહન કરવાની મંજૂરી આપે છે.

આ કારણે પ્લેનમાં પરફ્યુમ લઇ જવાની મનાઈ હોય છે

પરફ્યુમ ખૂબ જ જ્વલનશીલ પદાર્થ છે. તેમાં આગ લાગવાનું ઘણું જોખમ છે.  સોશ્યલ મીડિયા પર પ્રયોગના વીડિયોમાં જોવા મળે છે કે સળગતી આગ પર પરફ્યુમ છાંટવાથી તે પ્રજ્વલિત જ્યોત બની જાય છે. આ જ કારણ છે કે તેને પ્લેનમાં લઈ જવાની મંજૂરી નથી. જો પ્લેનમાં કોઈ કારણસર આગ લાગે છે તો પરફ્યુમ હોવાને કારણે તે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. જો કે લગેજ સામાનમાં પરફ્યુમ રાખવાની છૂટ હોય છે.

અલગ-અલગ હોય છે એરલાઇન્સના નિયમો

ઈન્ડિગો જેવી એરલાઈન્સની વેબસાઈટ પર સ્પષ્ટ લખેલું છે કે પરફ્યુમ ચેક-ઈન બેગેજ અથવા લગેજમાં લઈ જઈ શકાય નહી. જ્યારે વિસ્તારા પર લખ્યું છે કે તેને બંનેમાં લઈ શકાય છે પરંતુ તેની માત્રા ઘણી ઓછી હશે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ, જ્વલનશીલ વસ્તુઓ 2 કિલો અથવા લિટરથી વધુ લઈ જઈ શકાતી નથી, જ્યારે દરેક વસ્તુનું વજન 0.5 લિટર અથવા 0.5 કિગ્રા જેટલું હોવું જોઈએ. એર ઈન્ડિયાએ તેના નિયમોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જ્વલનશીલ પદાર્થોને ખૂબ ઓછી માત્રામાં લઈ જઈ શકાય છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એન્ડ એડમિનિસ્ટ્રેશને પરફ્યુમ જેવા જ્વલનશીલ પદાર્થો માટે 3-1-1 નિયમ બનાવ્યો છે. આ હેઠળ, પરફ્યુમનું પ્રવાહી અથવા વજન 3.4 ઔંસ એટલે કે 100 મિલી જેટલું હોવું જોઈએ. તેઓ 1 બેગમાં ફિટ થવી જોઈએ જે પારદર્શક હોય, તેને ક્વાર્ટ બેગ કહેવામાં આવે છે. તમે કેબિનમાં તમારી સાથે આવી માત્ર 1 બેગ લઈ શકો છો. તમારે સુરક્ષા તપાસ દરમિયાન તેની તપાસ કરાવવી પડશે. જો વસ્તુઓ નિયત મર્યાદા કરતા મોટી હોય તો તેને લગેજ ચેકઈનમાં મુકવી પડશે.

Leave a comment