

Updated: Oct 12th, 2023
– સોનમ મુર્ખ હોવાની મજાક ઉડાડી
– આનંદ આહુજાના રિએક્શનથી ઉલ્ટાની યુ ટયૂબરને મફતમાં પબ્લિસિટી મળી ગઈ
મુંબઇ: સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ પત્ની-અભિનેત્રી સોનમ કપૂર પરટીપ્પણી કરવા માટે યૂટયૂબરને નોટીસ પાઠવી છે. પાંચ મહિના પહેલાનો એક વીડિયો આ ઘટનાનું કારણ બન્યો છે. જેમાં એક યૂટયૂબર સોનમની બોલવાની સ્ટાઇલ કરીને સોનમ કેવી મૂર્ખાઈ કરે છે તેમ જણાવાયું છે.
યુ ટયૂબરે એમ કહ્યું છે કે આપણે પણ ઘણા છબરડા વાળીએ છીએ. આપણે કોઈ જાણીતી હસ્તી નથી, આપણી આસપાસ કેમેરા હોતા નથી. સોનમ જેવા લોકો આવું કરે તો તે તરતજ ધ્યાનમાં આવે છે.
પાંચ મહિના જૂના આ વીડિયો સંદર્ભમાં આનંદ આહુજાએ છેક હવે નોટિસ પાઠવી છે. આ નોટિસના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમાં આ વીડિયોને ડિલીટ કરવા કહેવાયું છે.
સંખ્યાબંધ લોકોએ જો કે આ કન્ટેન્ટ ક્રિએટરનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે તે એ જ કહી રહી છે જે સોનમે કર્યું છે.
કેટલાક લોકોએ તો આનંદ આહુજાની નોટિસ બાદ આ વીડિયોના વ્યૂ વધ્યા હોવાનું નોંધ્યું છે. કેટલાકને સોનમ અને આનંદ આહુજા જેવાં સ્તરના લોકો આ પ્રકારના વીડિયોને આટલી ગંભીરતાથી લે છે તે બાબતે જ અચંબો વ્યક્ત કર્યો છે. કેટલાક લોકોનો એવો પણ મત છે કે સોનમ પાસે હાલ કોઈ ખાસ પ્રોજેક્ટ છે નહીં અને તે કમબેકના ફાંફા મારી રહી છે એટલે આ સમગ્ર કવાયત એક પીઆર એક્સરસાઈઝ હોઈ શકે છે.