

Updated: Jun 1st, 2023
નવી દિલ્હી,તા. 1 જુન 2023, ગુરુવાર
પોતાના બેબાક અંદાજને લઇને ચર્ચામાં રહેનારી બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર ફરી એકવાર ચર્ચામાં છે. ટ્વીટર પર કેટલાક યુઝર્સ એકટ્રેસની પ્રેગનેંસીને લઇને ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે,સ્વરા ભાસ્કર લગ્નના કેટલાક મહિનાઓમાં જ માતા બની ગઈ છે.
એક ન્યૂઝ ચેનલનો નકલી સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો હતો જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અભિનેત્રી લગ્નના થોડા મહિના પછી માતા બની ગઈ છે. હવે યૂઝર્સ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે અને તેને માતા બનવા માટે અભિનંદન આપી રહ્યા છે.
મહંદ રાજુદાસે કર્યું ટ્વીટ
અયોધ્યા હનુમાન ગઢીના મહંત રાજૂદાસે ટ્વીટ કરી, “સ્વરા ભાસ્કરના લગ્નના 4.5 મહિના પછી જ બાળકને જન્મ આપીને સમય પહેલા કામ પુરું કરવાવાળા ગડકરીને અરીસો બતાવ્યો!!”
@harshktweets યુઝરે લખ્યું છે કે, “સ્વરા ભાસ્કરે ત્રણ મહિના પહેલા જ મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કર્યા છે. માહિતી છે કે, સ્વરા માતા બની ગઈ છે, મેં આ વીડિયોમાં પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે આવું બની શકે છે. શું આ સમાચાર ખરેખર સાચા છે?
ફેબ્રુઆરી 2023માં જ સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. સ્વરા અને ફહાદના લગ્ન ઘણા ચર્ચામાં હતા. લગ્ન બાદ પણ સ્વરા ભાસ્કરને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. હવે તેના માતા બનવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે, અમારી તપાસમાં આવી કોઈ માહિતી મળી નથી, જેના કારણે સ્વરા ભાસ્કરની માતા બનવાની પુષ્ટિ થઈ હોય.