

Updated: Oct 23rd, 2023
– બંનેને મનાવી લેવા અક્ષય કુમારના પ્રયાસ
– ફિલ્મ માટે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ અગાઉ જ ફાઈનલ થઈ ચૂક્યા છે.
મુંબઇ : નિર્માતા સાજિદ નડિયાદવાળા અને અક્ષય કુમારે ‘હાઉસફુલ ફાઈવ ‘માટે અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમનો સંપર્ક કર્યો હતો પરંતુ બંનેએ તારીખનું બહાનું બતાવી ઈનકાર કરી દેતાં મડાગાંઠ સર્જાઈ છે.
જોકે, હવે અક્ષય કુમાર આ બંનેને મનાવવા પ્રયાસ કરી રહ્યો છે. અક્ષયની ઈચ્છા છે કે ‘હાઉસફૂલ’ સીરીઝના જૂના કલાકારો જ પાંચમા ભાગમાં સાથે આવે તે ઈચ્છનીય છે.
ફિલ્મનું પ્રિ પ્રોડકશન શરુ થઈ ગયું છે. આવતાં વર્ષની શરુઆતમાં તેનું શૂટિંગ ચાલુ થશે. ફિલ્મ માટે અક્ષય કુમાર ઉપરાંત રિતેશ દેશમુખ ફાઈનલ થઈ ચૂક્યા છે. આ ઉપરાતં બોબી દેઓલ પણ આ ટીમમાં જોડાઈ રહ્યો છે.
અભિષેક બચ્ચન હવે બહુ ચુનંદા ફિલ્મોમાં જ કામ કરી રહ્યો છે અને તેને કદાચ મલ્ટીસ્ટારર ફિલ્મમાં કોઈ રસ નથી. બીજી તરફ જ્હોન અબ્રાહમ માત્ર એક્શન ફિલ્મો પર ફોક્સ કરી રહ્યો છે. આથી બંનેએ તારીખોનું બહાનું કાઢ્યું હોય તે શક્ય છે એમ મનાય છે.