હેમા, શ્રીદેવી, રેખા કે દીપિકા નહીં, આ છે ભારતની સૌથી અમીર એક્ટ્રેસ, 28 કિલો સોનાની હતી માલકિન

હેમા, શ્રીદેવી, રેખા કે દીપિકા નહીં, આ છે ભારતની સૌથી અમીર એક્ટ્રેસ, 28 કિલો સોનાની હતી માલકિન


આ એક્ટર્સની સંપત્તિની તુલનામાં આજે કરોડોનો ચાર્જ કરનારા એક્ટર્સમાંથી તેના જેટલી સંપત્તિ કોઈ નથી બનાવી શક્યું.

Updated: Sep 12th, 2023

Image Twitter 

તા. 12 સપ્ટેમ્બર 2023, મંગળવાર 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટા એક્ટર્સ એક ફિલ્મના કરોડો રુપિયા વસુલે છે. આટલું જ નહીં કેટલાક એક્ટર્સ તો ફિલ્મના નફાના હિસાબે કમાઈ કરી લેતા હોય છે. આ કમાણીથી તો ક્યારેક ફિલ્મથી વધારે કમાઈ લેતા હોય છે. બોલીવુડ કે સાઉથ સિનેમા દરેક સ્ટારની કમાણી જાણવા તેના ફેન્સ આતુર હોય છે. જો કે, કમાણીનો આ આંકડો વધતો ઘટતો રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતની એક માત્ર એક્ટર્સ રહી હતી, જેની સંપત્તિ બરાબર હેમા, શ્રીદેવી, રેખા કે દીપિકા પાદુકોણ સહિત કોઈ એક્ટર્સ અત્યાર સુધી નથી કરી શકી. 

1960મા દશકાની સુપરસ્ટારે વર્ષો સુધી મોટા પરદા પર રાજ કર્યું

આ એક્ટર્સની સંપત્તિની તુલનામાં આજે કરોડોનો ચાર્જ કરનારા એક્ટર્સમાંથી તેના જેટલી સંપત્તિ કોઈ નથી બનાવી શક્યું. તેમણે 31 વર્ષની ઉંમરમા જ ફિલ્મોમાંથી સન્યાસ લઈ લીધો હતો, છતાં પણ આજે તે ભારતની સૌથી અમીર એક્ટર્સની યાદીમાં નામ ધરાવે છે. 1960મા દશકાની સુપરસ્ટારે વર્ષો સુધી મોટા પરદા પર રાજ કર્યું. આ તામિલ અને તેલુગુ ફિલ્મોમા રાજ કરનારી એક્ટર્સ જયલલિતાની વાત છેે. 

1980માં તેમણે ફિલ્મી કરિયરને અલવિદા કરી દીધો અને રાજનીતિમાં આવી ગયા 

વર્ષ 1948માં કર્ણાટકનાં માડ્યામાં જન્મેલી જયરામ જયલલિતાએ 1961માં એક્ટિંગની શરુઆત કરી હતી. ફિલ્મો અને નાટકોમા નાનો-મોટો રોલ કરી ભૂમિકા કર્યા બાદ તેમણે 1968માં બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. જ્યા તે ધર્મેન્દ્ર સાથે ફિલ્મ ઈજ્જતમાં જોવા મળી હતી. 1980માં તેણે પોતાના આ ફિલ્મી કરિયરને અલવિદા કરી અને રાજનીતિમાં આવી ગયા હતા. તે બાદ થોડાજ સમયમાં તે લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા હતા. 1997માં તેમનું રાજનીતિક કરિયર ચરમશિમા પર હતું. ત્યારે તેની ચેન્નઈ ખાતેના ઘરમાં ઈન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે તેની જંગમ મિલકત વિશે ખબર પડી,જેમા 10500 સાડીઓ, 91 ઘડિયાળ 800 કિલો ચાંદી અને 28 કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું. 

1991થી 2016 દરમ્યાન 25 વર્ષમાં તેણે 5 વાર તમિલનાડુની મુખ્યમંત્રી રહ્યા હતા

અમ્માના નામથી જાણીતા જયલલિતા 1991થી 2016 દરમ્યાન 25 વર્ષ તેઓ 5 વાર તમિલનાડુની મુખ્યમંત્રી રહ્યા હતા. ડિસેમ્બર 2016માં 68 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થઈ ગયુ હતું, ત્યારે તેઓ તત્કાલિન મુખ્યમંત્રી હતા. 

Leave a comment