હોસ્ટ, કોમેડિયન અને એક્ટર મનીષ પોલનું OTT ડેબ્યૂ, વેબ સિરીઝ ‘રફુચક્કર’નું ટીઝર રિલીઝ

હોસ્ટ, કોમેડિયન અને એક્ટર મનીષ પોલનું OTT ડેબ્યૂ, વેબ સિરીઝ ‘રફુચક્કર’નું ટીઝર રિલીઝ


Updated: May 30th, 2023

                                                   Image Source: Facebook

મુંબઈ, તા. 30 મે 2023 મંગળવાર

હોસ્ટ, કોમેડિયન અને એક્ટર મનીષ પોલ ઓટીટી ડેબ્યૂ કરી રહ્યો છે. તેની વેબ સિરીઝ રફુચક્કરનું ટીઝર રિલીઝ કરી દેવાયુ છે. આ વેબ સિરીઝ કોન ડ્રામા પર બેઝ્ડ છે. જેમા એક્ટર મનીષ પોલ ઠગના રોલમાં જોવા મળશે. તે અલગ-અલગ વેશમાં લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને પછી તેમની સાથે છેતરપિંડી કરે છે. ટીઝરમાં દર્શાવાયેલા તેના અલગ-અલગ લુક્સને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

સિરીઝ રફુચક્કરમાં મનીષ પોલ 5 અલગ-અલગ પાત્રોમાં જોવા મળશે. આ તમામ લુકમાં તેને ઓળખવો પણ મુશ્કેલ થશે. ક્યારેક તે ફિટનેસ એક્સપર્ટ તો ક્યારેક વેડિંગ પ્લાનરના રોલમાં જોવા મળી રહ્યો છે. તેના સિવાય આ સિરીઝમાં પ્રિયા બાપટ અને સુશાંત સિંહ પણ જોવા મળશે. આનુ શૂટિંગ નૈનીતાલ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં થયુ છે.

રફુચક્કરનું ટીઝર રિલીઝ કરતા જિયો સિનેમાએ લખ્યુ- એક ચહેરા, કઈ મુખોટે…જાદુગર યા કલાકાર? લોકોને ઠગવા પ્રિન્સનો શોખ નહીં વ્યવસાય છે. રફુચક્કરને જિયો સિનેમા પર જુઓ, 15 જૂનથી’ મનીષ પોલ આ સિરીઝમાં પ્રિન્સ નામના યુવકનું પાત્ર નિભાવી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે વેબ સિરીઝ રફુચક્કરને રીતમ શ્રીવાસ્તવે ડાયરેક્ટ કરી છે. તેમણે જ સિરીઝ રક્તાંચલને પણ ડાયરેક્ટ કરી હતી. રફુચક્કર સિરીઝ 15 જૂનથી જિયો સિનેમા પર સ્ટ્રીમ થશે. આને જ્યોતિ દેશપાંડેએ પ્રોડ્યુસ કરી છે.

Leave a comment