12th Fail Trailer: વિક્રાંત મેસીની ફિલ્મ 12મી ફેલનું ટ્રેલર રિલીઝ

12th Fail Trailer: વિક્રાંત મેસીની ફિલ્મ 12મી ફેલનું ટ્રેલર રિલીઝ


Updated: Oct 3rd, 2023

નવી મુંબઇ,તા. 3 ઓક્ટોબર 2023, મંગળવાર

વિધુ વિનોદ ચોપરા બોલિવૂડમાં સ્ટુડન્ટની લાઇફ પર બેસ્ટ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની ફિલ્મ સ્ટુડન્ટ ડ્રામા 3 ઈડિયટ્સ બ્લોકબસ્ટર હતી. હવે તે ’12વીં ફેલ’લઈને આવી રહ્યા છે જે દિલ્હીના મુખર્જી નગરમાં રહેતા UPSC ઉમેદવારોના સંઘર્ષની સ્ટોરી છે. 

તરણ આદર્શે શેર કર્યું ફિલ્મનું ટ્રેલર 

’12વીં ફેલ’ના ટ્રેલરની શરુઆત વિક્રાંત મેસીથી થાય છે. ફિલ્મમાં એક્ટર મનોજ કુમાર શર્માનું પાત્ર ભજવી રહ્યો છે, જે ચંબલના એક ગામથી UPSCની તૈયારી કરવા દિલ્હીના મુખર્જી નગર આવે છે.જ્યાં તેને ઘણો સંઘર્ષ કરવો પડે છે. પરિવાર આર્થિક સંકડામણ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તેનો પરિવાર તેને ટેકો આપી શકતો નથી. અભ્યાસ ચાલુ રાખવા માટે તેણે શૌચાલયની સફાઈથી લઈને ઘણી નાની-મોટી નોકરીઓ કરવી પડે છે.  

’12વીં ફેલ’નું નિર્દેશન ‘3 ઈડિયટ્સ’ના નિર્માતા વિધુ વિનોદ ચોપરા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. 12વી ફેલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિક જીવન પર આધારિત છે.જેનું શૂટિંગ પણ વાસ્તવિક સ્ટુડન્ટ્સ સાથે રિયલ લોકેશન પર કરવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં છે. આ ફિલ્મ 12મી 27 ઓક્ટોબર 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં હિન્દીની સાથે તમિલ, તેલુગુ અને મલયાલમમાં પણ રિલીઝ થશે.

Leave a comment