

Updated: Oct 18th, 2023
નવી મુંબઇ,તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આ વર્ષે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. અલ્લુ અર્જુને ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં તેના શાનદાર અભિનય માટે આ એવોર્ડ જીત્યો હતો. અલ્લુ અર્જુને આ એવોર્ડથી સન્માનિત થવાને બેવડી સિદ્ધિ ગણાવી હતી. તેલુગુ સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક અલ્લુ અર્જુને ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.
2023માં શાહરૂખ ખાનની 2 ફિલ્મો રિલીઝ થશે. પઠાણે વિશ્વભરમાં 1,050 કરોડથી વધુ કલેક્શન કર્યું હતું, જ્યારે ભારતમાં 543 કરોડનું કલેક્શન હતું. જ્યારે જવાને તેના પ્રથમ 39 દિવસમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું અને ભારતમાં 635.71 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.
જવાને ભારતમાં તેના ચાલીસમા દિવસે તમામ ભાષાઓમાં 0.77 કરોડની કમાણી કરી હતી. એકંદરે, જવાને અત્યાર સુધીમાં વિશ્વભરમાં 1138.64 કરોડનું કલેક્શન કર્યું છે, વૈશ્વિક બોક્સ ઓફિસની વાત કરીએ તો 1138.64 કરોડનું કલેક્શન કર્યું છે.
પઠાણ અને જવાન બંને ફિલ્મોએ હજાર કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો પરંતુ પુષ્પાના અલ્લુ અર્જુને એવોર્ડ જીત્યો છે.
‘પુષ્પા 2’ વિશે ચર્ચામાં
બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ બાદ અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ, 2024 ના રોજ રિલીઝ થવાની છે.