60 ટકા લોકો ભાજપને વોટ નથી આપતા, આગામી ચૂંટણીઓ સુધી કોંગ્રેસ તેમનો સફાયો કરી નાંખશે: રાહુલ ગાંધી

60 ટકા લોકો ભાજપને વોટ નથી આપતા, આગામી ચૂંટણીઓ સુધી કોંગ્રેસ તેમનો સફાયો કરી નાંખશે: રાહુલ ગાંધી


આગામી ત્રણ-ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને હરાવીશું : રાહુલ ગાંધી

લોકોને લાગે છે કે RSS અને ભાજપની શક્તિને રોકી શકાય તેમ નથી, પરંતુ એવું નથી: રાહુલ ગાંધી

Updated: Jun 2nd, 2023

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં દેશના આગામી ત્રણ-ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને સીધી હરાવવા થવા અંગેનો મોટો દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આગામી 3-4 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને “સાફ” કરી દેશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, શાસક પક્ષને હરાવવા માટે જરૂરી મૂળભૂત બાબતો પણ તેમની પાસે છે અને ભારતીયની મોટા ભાગની વસ્તી હવે ભાજપને સમર્થન આપતી નથી. તેમણે કહ્યું કે, ભારતના 60 ટકા લોકો ભાજપને મત નથી આપતા.

 

રાહુલ ગાંધીએ અમેરિકામાં કરી ભવિષ્યવાણી 

રાહુલ ગાંધીએ ગઈકાલે તેમની યુ.એસ.ની ત્રણ શહેરોની મુલાકાત દરમિયાન જાણીતા ભારતીય-અમેરિકન ફ્રેન્ક ઇસ્લામ દ્વારા તેમના માટે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “લોકોને લાગે છે કે RSS અને ભાજપની શક્તિને રોકી શકાય તેમ નથી, પરંતુ એવું નથી. હું અહીં એક નાનકડી ભવિષ્યવાણી કરું કે, આગામી ત્રણ-ચાર ચૂંટણીમાં  ભાજપ સામે સીધી લડાઈ લડી તેનો સફાયો કરી દઈશું.

કોંગ્રેસ ભાજપનો સફાયો કરી દેશે: રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ કહ્યું કે, “હું તમને અત્યારે કહી શકું છું કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે ખરેખર મુશ્કેલ સમય આવવાનો છે. કર્ણાટકમાં અમે જે કર્યું છે તે જ રીતે અમે તેમની સાથે કરીશું, પરંતુ જો તમે ભારતીય મીડિયાને પૂછો તો તેઓ તેનો જવાબ આ નહિ હોય.” કર્ણાટકમાં 10 મેના રોજ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવીને ભાજપને સત્તા પરથી હટાવી દીધી હતી. રાહુલ ગાંધીએ ભારતીય-અમેરિકનોના આમંત્રિત જૂથ, થિંક-ટેન્ક સમુદાયના સભ્યો અને ધારાશાસ્ત્રીઓને કહ્યું કે, ભારતીય પ્રેસ હાલમાં જે બતાવી રહ્યું છે તે સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં છે. 

Leave a comment