69th Filmfare Awards organized at Mahatma Mandir | મહાત્મા મંદિરમાં 69મા ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન: ગુજરાતમાં પ્રથમ વખત આયોજન; આવતીકાલે રણબીર કપૂર, વરૂણ ધવન, કરીના કપૂર સહિતના સેલેબ્સ હાજર રહેશે

69th Filmfare Awards organized at Mahatma Mandir | મહાત્મા મંદિરમાં 69મા ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન: ગુજરાતમાં પ્રથમ વખત આયોજન; આવતીકાલે રણબીર કપૂર, વરૂણ ધવન, કરીના કપૂર સહિતના સેલેબ્સ હાજર રહેશે


4 કલાક પેહલા

  • કૉપી લિંક

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં 69માં ફિલ્મ ફેર એવોર્ડનો પ્રારંભ થઈ ગયો છે. પહેલી વખત ગુજરાતમાં ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પહેલા દિવસે બોલિવૂડના સેલેબ્સ જોવા મળ્યા હતા. શાંતનુ અને નિખિલ કલેક્શનનું ફેશન શો યોજાયો હતો. એશા કંસારા દીક્ષા જોશી મોના થીબા અપાર શક્તિ ખુરાના કરિશ્મા તન્ના અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય ગુજરાતમાં આ ફિલ્મ ફેર એવોર્ડને લઈને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા.

આવતીકાલે બોલિવૂડ સેલિબ્રિટીઝ રહેશે ઉપસ્થિત
આવતીકાલે આ એવોર્ડ ફંક્શનમાં કરણ જોહર, મનીષ પોલ, રણબીર કપૂર, વરૂણ ધવન, કરીના કપૂર ખાન, જાનવી કપૂર, સારા અલી ખાન કાર્તિક આર્યન સહિતની સેલિબ્રિટીઝ રહેશે ઉપસ્થિત.

એવોર્ડ સેરેમનીને કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલ હોસ્ટ કરશે.

એવોર્ડ સેરેમનીને કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલ હોસ્ટ કરશે.

વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાશે
69મા ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં વિવિધ કેટેગરીમાં નોમિનેશન કરવામાં આવ્યા છે. બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં 12th ફેલ, એનિમલ, જવાન, ઓહ માય ગોડ 2, પઠાણ અને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનો સમાવેશ થાય છે. બેસ્ટ ડાયરેક્ટર કેટેગરીમાં અમિત રાય (OMG 2), એટલી (જવાન), કરણ જોહર (રોકી ઔર રાની કી પ્રેમ કહાની), સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ), સિદ્ધાર્થ આનંદ (પઠાણ), વિધુ વિનોદ ચોપરા (12વીં ફેલ)નો સમાવેશ થાય છે. બેસ્ટ એક્ટરના નોમિનેશનમાં રણબીર કપૂર (એનિમલ), રણવીર સિંહ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની), શાહરૂખ ખાન (ડંકી), શાહરૂખ ખાન (જવાન), સની દેઓલ (ગદર 2), વિકી કૌશલ (સેમ બહાદુર)ને સ્થાન અપાયું છે. બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની), ભૂમિ પેડનેકર (થેન્કયુ ફોર કમિંગ), દીપિકા પાદુકોણ (પઠાણ), કિયારા અડવાણી (સત્યપ્રેમ કી કથા), રાની મુખરજી (મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે) અને તાપસી પન્નુ (ડંકી)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેસ્ટ ક્રિટિક્સ એવોર્ડ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ સોંગ, બેસ્ટ સ્ક્રિપ્ટ, બેસ્ટ સિંગર સહિત વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ગુજરાતમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે
ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્ડા, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે. આ ઈવેન્ટ રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતનો ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે.

Leave a comment