69th National Film Awards News With Updates: 69th National Film Awards Gangubai Kathiawadi Best Actress Award Alia Bhatt Wear Her Wedding Saree Look


69th National Film Awards: અભિનેત્રી આલિયા ભટ્ટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. તેમને નેશનલ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. આલિયા ભટ્ટને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી રહ્યો છે. આલિયા એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા પહોંચી છે. આ દરમિયાન તેનો લૂક ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો. આલિયાએ આ ખાસ પ્રસંગ માટે એક ખાસ આઉટફિટ પસંદ કર્યો છે. આલિયા તેના વેડિંગ ડ્રેસ પહેરીને નેશનલ એવોર્ડ લેવા આવી છે.

કેવો હતો એક્ટ્રેસ આલિયા ભટ્ટનો લૂક ?
આલિયાના લૂકની વાત કરીએ તો તેણે ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી છે. આ સાડી તેણે તેના લગ્નમાં પહેરી હતી. આ સાડી સબ્યસાચીએ ડિઝાઇન કરી હતી. નેશનલ એવોર્ડ લેવા આવેલી આલિયાએ ચોકર નેકલેસ અને સ્ટડ ઈયરિંગ્સ સાથે આ લૂક કમ્પ્લીટ કર્યો હતો. તેણે લાલ રંગની બિંદી પહેરી હતી, જે તેના લુકને પૂરક બનાવી રહી હતી. આલિયાએ તેના વાળમાં સફેદ ગુલાબ પણ લગાવ્યા છે, જે તેના લુકને નિખારી રહ્યાં છે. આલિયા આખા લુકમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.

આલિયા તેના પતિ રણબીર કપૂર સાથે આ ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં રણબીર કપૂર બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો. બ્લેક શેડ્સમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવી છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ 5 મુખ્ય કેટેગરીમાં નેશનલ એવોર્ડ્સ જીત્યા છે. ચાહકોએ પણ ફિલ્મને ભરપૂર પ્રેમ આપ્યો. આ ફિલ્મમાં શાંતનુ મહેશ્વરી, વિજય રાજ, અજય દેવગન, જિમ સરભ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.


ખાસ વાત છે કે, આલિયા ભટ્ટ ઉપરાંત અભિનેત્રી કૃતિ સેનનને પણ મિમી ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળી રહ્યો છે. કૃતિની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

                                                                                      

Leave a comment