

Business
oi-Hardev Rathod


7th Pay Commission : કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના પગાર અંગે ટૂંક સમયમાં સારા સમાચાર મળવાની સંભાવના છે. કારણ કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા (DA) અને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો જાહેર કરી શકે છે.
મીડિયા અહેવાલો અનુસાર, ડીએ, જે કર્મચારીઓ અને પેન્શનરોને વધતી કિંમતોની ભરપાઈ કરવા માટે આપવામાં આવે છે, તે વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં સુધારવામાં આવે છે.


અહેવાલો અનુસાર, ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કર્યા બાદ કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીઓના લઘુત્તમ પગારમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રૂપિયા 18,000 થી રૂપિયા 26,000 સુધીનો વધારો થવાની ધારણા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
DAમાં વધારો – DAમાં છેલ્લું પુનરાવર્તન માર્ચમાં કરવામાં આવ્યું હતું અને તેમાં 4 ટકાનો વધારો થયો હતો, જે 1 જાન્યુઆરી, 2023થી અમલી બન્યો હતો. 4 ટકાના વધારા બાદ, કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA વધીને 42 ટકા થયો હતો. હવે જો સરકાર આ વખતે પણ ડીએમાં 4 ટકાનો વધારો કરે છે, તો અહેવાલોને ધ્યાનમાં રાખીને, ડીએ વધીને 46 ટકા થઈ જશે.
ફિટમેન્ટ ફેક્ટર – સામાન્ય ફિટમેન્ટ ફેક્ટર હાલમાં 2.57 ટકા છે. તેનો અર્થ એ છે કે, જો કોઈનો 4200 ગ્રેડ પેમાં રૂપિયા 15,500નો બેઇઝિક સેલેરી મળે છે, તો તેનો કુલ પગાર રૂપિયા 15,500 × 2.57 અથવા રૂપિયા 39,835 થશે. 6ઠ્ઠી સીપીસીએ 1.86 પર ફિટમેન્ટ રેશિયોની ભલામણ કરી હતી.
ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.68 કરવાની કર્મચારીઓની માંગ છે. આ વધારાથી લઘુત્તમ વેતન હાલમાં 18,000 રૂપિયાથી વધારીને 26,000 રૂપિયા થશે.
કેવી રીતે ગણવામાં આવે છે DA વધારો? – કેન્દ્ર સરકાર એક ફોર્મ્યુલાના આધારે કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરમાં સુધારો કરે છે.
મોંઘવારી ભથ્થું ટકાવારી = ((છેલ્લા 12 મહિના માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ યર 2001=100) – 115.76)/115.76)x100.
કેન્દ્રીય જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે : મોંઘવારી ભથ્થું ટકાવારી = ((છેલ્લા 3 મહિના માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001=100) -126.33)/126.33) x 100.
English summary
7th Pay Commission : DA, fitment factor is likely to increase soon in the salary of government employees
Story first published: Thursday, June 1, 2023, 14:13 [IST]