Abhay Deol opens up about the film ‘ZNMD’ | અભય દેઓલે ફિલ્મ ‘ZNMD’ વિશે ખૂલીને વાત કરી: એક્ટરે કહ્યું, ‘ફિલ્મ હિટ જશે તેવી કોઈને આશા પણ નહોતી, લોકો કહેતા હતાં કે વિલન નથી તો હૃતિકને જોવા કોણ આવશે?’

[ad_1]

26 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ વિશે અભય દેઓલ કહે છે કે, બોલિવૂડમાં લોકોને લાગતું હતું કે આ ફિલ્મ હિટ નહીં થાય. કારણ કે આ ફિલ્મમાં કોઈ વિલન નથી, કોણ એવું હશે જે માત્ર હૃતિક રોશનને જોવા આવશે? 2011માં રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ રિલીઝ થતાંની સાથે જ દર્શકોની ફેવરિટ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ હતી.

નિર્દેશક ઝોયા અખ્તરની અદભૂત વાર્તા અને ફરહાન, હૃતિક અને અભય દેઓની ઍક્ટિંગે બધા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભય દેઓલે કહ્યું હતું કે, આ ફિલ્મની સફળતાની કોઈને અપેક્ષા નહોતી.

‘ઝિંદગી ના મિલેગી દોબારા’ પહેલાં હૃતિક રોશનની ‘કાઈટ્સ’ અને ‘ગુઝારીશ’ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. તેથી ઈન્ડસ્ટ્રીના લોકોને આશા નહોતી કે આ ફિલ્મ ચાલશે. ફિલ્મની વાર્તા ત્રણ મિત્રોના જીવન પર આધારિત હતી, જેઓ વિશ્વના વિવિધ દેશોમાં બેચલર ટ્રિપ પર જાય છે. આ ફિલ્મ આપણને જીવનમાં કોઈ પણ બાબતનો અફસોસ ન કરવાનું શીખવે છે. આ ફિલ્મમાં કોઈ વિલન નહોતો.

અભય દેઓલે કહ્યું, ‘જ્યારે અમે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ બનાવી રહ્યા હતા ત્યારે ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો પૂછતા હતા કે, વિલન કોણ છે? જો વિલન નહીં હોય તો ફિલ્મની વાર્તા શું હશે? ફિલ્મમાં હૃતિક રોશનને જોવા કોણ આવશે?’

અભય દેઓલે કહ્યું,’વર્ષોથી દર્શકોને એક ખાસ પ્રકારની ફિલ્મ પસંદ કરવાની શરત રાખવામાં આવી છે, જેને મુખ્ય પ્રવાહની ફિલ્મ તરીકે જોવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દર્શકોને અલગ-અલગ પ્રકારના સિનેમાથી પરિચિત કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફિલ્મો બનાવવાની સાથે સાથે એ ખૂબ જ જરૂરી છે કે ફિલ્મોનું પ્રમોશન પણ સારી રીતે થાય જેથી દર્શકોને તેને જોવાનો મોકો મળે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ને રિલીઝ થયાને 12 વર્ષ થઈ ગયા છે.

Leave a comment