વૈશાખ મહિના ની સુદ ત્રીજ ના દિવસે ગુજરાતી માં અખાત્રીજ ને હિન્દી english માં અક્ષય ત્રીતીય (Akshay Trityiya) મનાવવામાં માં આવે છે. હિંદુ ધર્મ માં અખાત્રીજ નું ખુબજ મહત્વ રહેલું છે. આ વખતે તારીખ ૨૨/૦૪/2023 શનિવાર ના દિવસે અખાત્રીજ આવી રહી છે. આ દિવસે ગુજરાત ભર માં ખુબ જ મોટા પાયે લગ્ન પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યકમો યોજવામાં આવે છે. અખાત્રીજ ને ગુજરાત માં દિવાળી તેમજ નવા વરસ જેટલું જ મહત્વ આપવામાં આવે છે.

શું છે અખાત્રીજ નું મહત્વ ?

બદ્રીનાથ અને બાંકે બિહારીના દર્શન

અક્ષય તૃતિયા પર ચાર ધામમાંથી એક ભગવાન શ્રી બદ્રીનાથના પટ ખુલે છે. સાથે મથુરામાં શ્રી બાંકે બિહારીના ચરણોના દર્શન કરાવવામાં આવે છે. આખુ વર્ષ બાંકે બિહારીના પગ વસ્ત્રોથી ઢંકાયેલા રહે છે. એવુ કહેવાય છે કે આ દિવસે જે તેમના પગના દર્શન કરે છે તેમને સ્વર્ગમાં સ્થાન મળે છે.

માં અન્નપુર્ણાનો જન્મોત્સવ અને અક્ષય પાત્રની પ્રાપ્તિ

પુરાણો અનુસાર અન્નની દેવી ગણાતી માં અન્નપુર્ણાનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો. એવી માન્યતા છે કે માં અન્નપુર્ણાની પુજા અને ધન-અન્નનું આ દિવસે જે વ્યક્તિ દાન કરે છે, તેના ઘરે અન્નના ભંડારો ખુટતા નથી. આ શુત્ર દિવસે જ યુદ્ધિષ્ઠિરને અક્ષય પાત્રની પ્રાપ્તિ થઇ હતી. મહર્ષિ વેદવ્યાસે આજના દિવસે જ મહાભારત લખવાનું શરૂ કર્યુ હતુ. આ દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે.

અખાત્રીજ ઉપર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.

આ દિવસે લોકો ખાસ કરીને સોનું-ચાંદી ખરીદવાનું ખૂબ જ પસંદ કરે છે. ઘણીવાર જરૂરી ન હોય તો પણ એક શુભ મુહ્રુતત સાચવવા માટે પણ સોનું તેમજ ચાંદી ની ખરીદી કરતા હોય છે.
આ દિવસે કરવામાં આવતાં દરેક કામમાં સફળતા મળવી લગભગ નક્કી છે. તૃતીયાને જયા તિથિ પણ કહેવામાં આવે છે. એટલે જીત આપનારી તિથિ. આ જ કારણ છે કે આ તિથિમાં કરવામાં આવતા કામ લાંબા સમય સુધી ફાયદો આપે છે. એટલે તેનું અક્ષય ફળ મળે છે. તૃતીયા માતા ગૌરીની તિથિ છે. જે બળ-બુદ્ધિ વર્ધક માનવામાં આવે છે. જે આરોગ્ય આપનારી હોય છે. આ તિથિમાં કરવામાં આવતા કાર્યોથી સૌભાગ્ય વધે છે. આ તિથિએ ઘરેણાંની ખરીદી અને શુભ કામ કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. એટલે આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે અને આ જ કારણે આ દિવસે કરવામાં આવતી ખરીદી સુખ અને સમૃદ્ધિ આપનારી હોય છે.

દાન કરવાથી ખરાબ સમય દૂર થાય છે

આ શુભ તિથિએ દાન કરવાનું વધારે મહત્ત્વ છે, એવામાં અખાત્રીજના દિવસે પોતાની કમાણીનો થોડો અંશ દાન કરવો જોઈએ. આ દિવસે 14 પ્રકારના દાન કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામા આવ્યું છે. આ દાન ગૌ, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી, મીઠું, મધ, માટલું, તરબૂચ અને કન્યા છે. જો આમાંથી કોઇ દાન કરી શકો નહીં તો બધા જ પ્રકારના રસ અને ગરમીના દિવસોમાં ઉપયોગમાં આવતી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ખરાબ સમય દૂર થાય છે.

અક્ષય તૃતીયા સાથે જોડાયેલી ખાસ વાતો

  • અક્ષય તૃતીયાએ તીર્થ અને પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન બાદ જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઇએ.
  • આ તિથિએ ભગવાન વિષ્ણુ અને તેના અવતારોની વિશેષ પૂજા કરવામાં આવે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.
  • ભગવાનને ચણાની દાણ, મિશ્રી, કાકડી અને સત્તૂનો ભોગ ધરાવવાની પરંપરા છે. બ્રાહ્મણોને જવનું દાન કરવું જોઇએ. આ દિવસે પાણીથી ભરેલાં માટલા, ઘઉં, સત્તૂ અને જવનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.
  • આ દિવસે કરવામાં આવતાં દાન-પુણ્યથી મળતું ફળ અક્ષય હોય છે.
  • આ તિથિએ સોના-ચાંદી ખરીદવા શુભ મનાય છે. દેવતાઓની પ્રિય અને પવિત્ર ધાતુ હોવાથી આ દિવસે સોનાની ખરીદારીનું મહત્ત્વ વધારે છે.
  • સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત પણ આ તિથિથી થઇ છે એવી માન્યતા પ્રચલિત છે. ભગવાન પરશુરામનો અવતાર પણ આ દિવસે થયો છે. બદ્રીનાથના કપાટ પણ આ તિથિએ જ ખુલે છે.
  • અક્ષય તૃતીયાએ સૂર્ય અને ચંદ્ર પોત-પોતાની ઉચ્ચ રાશિમાં રહે છે, જેના કારણે આ તિથિએ મુહૂર્ત જોયા વિના જ લગ્ન કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *