

33 મિનિટ પેહલા
- કૉપી લિંક


અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને મુંબઈના બ્રાન્દ્રા કુર્લા સ્થિત બેરુત રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા છે. વીડિયોમાં અનન્યા આદિત્યના ખભા પર માથું રાખીને દેખાઈ રહી છે. તેણે આદિત્યનો એક હાથ પણ પકડી રાખ્યો છે. આ દરમિયાન બંને કોઈની સાથે વાત કરી રહ્યા છે.
બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા
અનન્યાએ બ્લેક મીની ડ્રેસ પહેર્યો છે. તેણે ખુલ્લા વાળ સાથે મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આદિત્ય બ્લેક ટી-શર્ટ અને જીન્સ પહેરેલો જોઈ શકાય છે.


આદિત્ય-અનન્યા પાંડે પોર્ટુગલમાં સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા
બંનેએ સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. પરંતુ ઘણીવાર બંને સાથે જોવા મળે છે. થોડા સમય પહેલા બંને પોર્ટુગલ વેકેશન પર ગયા હતા. જ્યાં કેટલીક તસવીરોએ પુષ્ટિ આપી હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ તસવીરોમાં અનન્યા અને આદિત્ય બંને કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. આદિત્યએ બ્લુ ટી-શર્ટ સાથે બ્લેક શોર્ટ્સ પહેર્યા હતા, જ્યારે અનન્યા નેવી બ્લુ મીડી પહેરેલી જોવા મળી હતી.


બંને લેક્મે ફેશન વીકના ફિનાલેમાં મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કર્યું હતું
ડેટિંગની અફવાઓ વચ્ચે, બંનેએ લેક્મે ફેશન વીકના ફિનાલેમાં એકસાથે રેમ્પ પર વોક કર્યું હતું, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. આ વિડિયોમાં, આ કપલ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે શોસ્ટોપર્સ બન્યા હતા. બંનેએ રેડ અને બ્લેક આઉટફિટમાં રેમ્પ પર પોતાની શાનદાર વોક કરીને લોકોના દિલ જીતી લીધા હતા. આ વિડીયો સામે આવતાની સાથે જ ચાહકોને બંનેની કેમેસ્ટ્રી પસંદ આવી હતી.


રણબીર કપૂરે રિલેશનશિપને લઈને હિંટ આપી હતી
રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં આ કપલ વિશે મોટી હિંટ આપી હતી. તેણે કહ્યું હતું- મને ખબર છે કે તે એક છોકરીને પસંદ કરે છે જેનું નામ A અક્ષરથી શરૂ થાય છે. આ પહેલા કરન જોહરે તેના શો કોફી વિથ કરનમાં પણ આ કપલ વિશે હિન્ટ આપી હતી.
અનન્યા-આદિત્ય ક્રિતી સેનનની દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા
ગયા વર્ષે ક્રિતી સેનનની દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા બાદ આદિત્ય અને અનન્યાના ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી. ત્યારથી આ કપલ ઘણી વખત સાથે જોવા મળ્યું હતું.