Ankita Lokhande opened up about Sushant | અંકિતા લોખંડેએ સુશાંત વિશે ખુલાસો કર્યો: અભિનેત્રીએ કહ્યું, ‘સુશાંતને હું જેટલું ઓળખું છું તેટલું કદાચ બીજું કોઈ નહીં ઓળખતું હોય’

[ad_1]

10 કલાક પેહલા

  • કૉપી લિંક

ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 17’ સતત ચર્ચામાં રહે છે. અંકિતા લોખંડે ઘણીવાર શોમાં સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતી જોવા મળે છે. તેણે કહ્યું કે તે આવું એટલા માટે કરે છે કારણ કે અંકિતા સુશાંત વિશે અન્ય લોકો કરતાં વધુ જાણે છે. બિગ બોસ શોના ફાઇનલિસ્ટમાંથી એક અભિષેક દિવંગત અભિનેતા સુશાંતથી પ્રેરિત છે અને તેના જેવો બનવા માંગે છે.

અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરી ચૂક્યા છે.

અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરી ચૂક્યા છે.

હાઉસની અંદર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નો અને જવાબોની ચર્ચા થઇ હતી
શનિવારે ‘બિગ બોસ 17’ના ઘરની અંદર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયાએ અંકિતાને પૂછ્યું કે તે સુશાંત વિશે આટલું બધું કેમ બોલે છે? જેના જવાબમાં અંકિતાએ કહ્યું કે, ‘તે સુશાંત પર ખૂબ જ ગર્વ અનુભવે છે, તેથી તેને સુશાંત વિશે વાત કરવાનો અધિકાર છે’.

અભિનેત્રીએ કહ્યું, ‘મેં હંમેશા સુશાંત વિશે માત્ર સારી વાતો જ કહી છે. મને લાગે છે કે જો હું આ પ્લેટફોર્મ દ્વારા લોકોને તેમના વિશે કેટલીક સારી વાતો કહી શકું તો કેમ નહીં? સુશાંતે સારું કામ કર્યું છે. કદાચ મારા જેટલું તેના વિશે બીજું કોઈ જાણતું નથી. મેં તેમની લાઈફની જર્નીને ખૂબ નજીકથી જોઈ છે’.

અંકિતા લોખંડેએ વર્ષ 2021માં વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા.

અંકિતા લોખંડેએ વર્ષ 2021માં વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા.

અભિષેક કુમાર સુશાંત સિંહ રાજપૂતથી પ્રેરિત છે
અંકિતાએ આગળ કહ્યું, ‘મને સુશાંત વિશે સારી વાતો શેર કરવી ગમે છે. હું જ્યાં પણ હોઉં ત્યાં સુશાંત વિશે વાત કરીને મને ગર્વની લાગણી થાય છે. મને નથી લાગતું કે સુશાંત વિશે વાત કરવામાં કંઈ ખોટું છે. આવી સ્થિતિમાં, જો કોઈ યુવાન છોકરો સુશાંતને પ્રેરણા તરીકે જુએ છે અને તેના જેવો બનવા માંગે છે, તો હું ચોક્કસપણે તેની સાથે સુશાંત વિશે વાત કરીશ’.

‘બિગ બોસ 17’ના ફાઇનલિસ્ટમાંથી એક અભિષેક કુમારે અંકિતાને સુશાંત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અંકિતાએ કહ્યું, ‘હું અને અભિષેક ઘણીવાર સુશાંત વિશે વાત કરતા હતા કારણ કે અભિષેક સુશાંતને પોતાનો રોલ મોડલ માને છે. અભિષેક દિવંગત અભિનેતા સુશાંતનું ઘણું સન્માન કરે છે અને તેના જેવા બનવા માંગે છે’.

અંકિતા લોખંડે 'બિગ બોસ 17' શોમાં અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.

અંકિતા લોખંડે ‘બિગ બોસ 17’ શોમાં અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.

અંકિતા દર્શકો પાસેથી સહાનુભૂતિ મેળવવા માંગે છે
હાલમાં જ અંકિતા લોખંડેની માતાએ તેને સુશાંત વિશે વધુ વાત ન કરવાની સલાહ આપી હતી. તેનું માનવું હતું કે અંકિતાના આવા વર્તનથી વિકીના પરિવારને ખરાબ લાગશે. અંકિતાના સાસુ અને વિકી જૈનની માતા રંજના જૈને કહ્યું હતું કે અંકિતા દર્શકોની સહાનુભૂતિ મેળવવા માટે જાણીજોઈને શોમાં સુશાંત વિશે વાત કરતી રહે છે.

Leave a comment