

9 કલાક પેહલા
- કૉપી લિંક


ગર્ભાવસ્થાની અફવાઓ વચ્ચે, અનુષ્કા શર્મા શનિવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી હતી. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે. આ દરમિયાન અભિનેત્રી ટીમ ઈન્ડિયા અને તેના પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા આવી છે.
એરપોર્ટ પરથી અનુષ્કાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટની બહાર નીકળતી જોવા મળી રહી છે.
વિરાટને ચીયર કરવા અનુષ્કા આવી હતી
વીડિયોમાં અનુષ્કા એરપોર્ટ પર બ્લેક પેન્ટ સૂટમાં જોવા મળી રહી છે. તેની સાથે તેણે કાળા સનગ્લાસ પણ પહેર્યા છે. એરપોર્ટ પર અનુષ્કા તેની કારમાં બેસી ગઈ અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા વગર જ નીકળી ગઈ. વીડિયો સામે આવતાં જ ચાહકો અનુષ્કાના વખાણ કરી રહ્યા છે કે તે તેના પતિને સપોર્ટ કરવા આવી છે.
અભિનેત્રી તેની પ્રેગ્નેન્સીને કારણે ચર્ચામાં રહી હતી.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા અનુષ્કા બીજી વખત પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર જોરશોરથી સામે આવ્યા હતા. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અનુષ્કા પ્રેગ્નન્સીને કારણે વર્લ્ડ કપ મેચ જોવા નહીં જાય. રિપોર્ટ્સ અનુસાર અનુષ્કા અને વિરાટ થોડા દિવસો પહેલા એક ક્લિનિકની બહાર પણ જોવા મળ્યા હતા. ત્યારથી અભિનેત્રી ગર્ભવતી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, કપલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ કપલે 2017માં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ અનુષ્કાએ જાન્યુઆરી 2021માં દીકરી વામિકાને જન્મ આપ્યો હતો.
અનુષ્કા શર્માનું વર્ક ફ્રન્ટ
અનુષ્કા શર્મા 2018થી મોટા પડદાથી દૂર છે. હવે તે ટૂંક સમયમાં પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત બાયોપિક ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મ પૂર્વ ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. જોકે, ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં શાહરુખ ખાન અને કેટરિના કૈફ સાથે જોવા મળી હતી.