13 કલાક પેહલા
- કૉપી લિંક


પ્રેગ્નન્સીની અફવાઓ વચ્ચે શનિવારે અનુષ્કા શર્મા જોવા મળી હતી. અભિનેત્રી તેની કારની આગળની સીટ પર બેઠેલી જોવા મળી હતી. આ સમય દરમિયાન તેણે સફેદ લૂઝ ફીટ શર્ટ સાથે બ્લુ ડેનિમ જીન્સની સ્ટાઇલ કરી હતી. તમને જણાવી દઈએ કે, હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે વિરાટ-અનુષ્કા બીજા બાળકનાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. જો કે આ સમાચાર પર હજુ સુધી અનુષ્કા કે વિરાટ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
અનુષ્કાના હાથમાં 1.2 લાખ રૂપિયાનો ફોન દેખાયો
અનુષ્કાની સાથે તેના ફોને પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં, વીડિયોમાં અનુષ્કા ‘વનપ્લસ ઓપન’ ફોન ધરાવે છે, જે આ બ્રાન્ડનો પહેલો ફોલ્ડેબલ ફોન છે. આ ફોનની કિંમત લગભગ 1.2 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. જો કે તેને હજુ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફોન 20 ઓક્ટોબરે લોન્ચ થશે.
યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં ફની રિએક્શન આપ્યાં
વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે, ‘અનુષ્કા જાણીજોઈને આ ફોનનું માર્કેટિંગ કરી રહી છે. કેટલાક લોકો કમેન્ટ સેક્શનમાં ગર્ભાવસ્થાને લગતા પ્રશ્નો પૂછી રહ્યા છે.