

Updated: Oct 10th, 2023
નવી
મુંબઇ,તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર
ટેલિવિઝન
ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય એકટ્રેસ જસ્મીન ભસીન પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે
અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલ એકટ્રેસે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં એક ફોટો
શેર કર્યો છે.
એકટ્રેસે
પોતાની હેલ્થ અપડેટને ળઇને એક સ્ટોરી શેર કરી છે. જેના પરથી જાણવા મળે છે કે, અભિનેત્રી
જાસ્મીન ભસીનની તબિયત સારી નથી. તેમને પેટમાં ઈન્ફેક્શન છે. જાસ્મીને સોશિયલ
મીડિયા દ્વારા ફેન્સને આની જાણકારી આપી હતી. જાસ્મીને એક ફોટો શેર કર્યો છે,
જેમાં તે હોસ્પિટલના
બેડ પર પડેલી જોવા મળી રહી છે.
જાસ્મીને
ફોટોના કેપ્શનમાં લખ્યું- પેટમાં ઇન્ફેક્શન.જાસ્મીન ભસીનના ચાહકો તેની તબિયતને
લઈને ચિંતિત છે. હાલમાં અભિનેત્રીના સ્વાસ્થ્યને લઈને કોઈ અપડેટ આપવામાં આવ્યું
નથી.
અભિનેત્રી
હાલમાં જ કર્જતમાં બોયફ્રેન્ડ અલી ગોની અને નજીકના મિત્રો સાથે હતી. જાસ્મિન અને
અલીએ તેમની આઉટિંગના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા હતા.જાસ્મિનના
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો,
જસ્મીન ભસીન બિગ બોસ 14માં
જોવા મળી હતી. તે દિલ તો હેપ્પી હૈ જી, દિલ સે દિલ તક જેવા શો માટે જાણીતી છે.
અભિનેત્રી નાગિન 4માં
પણ જોવા મળી હતી.