Cine Guide : નૂરજહૉં, સુરૈયા અને શમશાદ બેગમ- ત્રણમાંથી કોના ગીતો વધુ વખાણાયાં? અત્યારે ક્યાં છે?

Cine Guide : નૂરજહૉં, સુરૈયા અને શમશાદ બેગમ- ત્રણમાંથી કોના ગીતો વધુ વખાણાયાં? અત્યારે ક્યાં છે?


‘જાને દો મુઝે જાના હૈ….’ કઈ ફિલ્મનું ગીત છે અને ક્યા કલાકાર પર ફિલ્માવાયું છે? – રત્ના વૈદ્ય (સુરત)

‘શહેનશાહ’ ફિલ્મનું આ ગીત છે, જે અમિતાભ બચ્ચન અને મીનાક્ષી શેષાદ્રિ પર ફિલ્માવ્યું છે.

‘હમરાઝ’ ફિલ્મ કઈ સાલમાં રિલિઝ થઈ હતી, જેમાં સુનીલ દત્ત મુખ્ય કલાકાર હતા. – રાખી જેઠવા (ખેડા)

આ ફિલ્મ ૧૯૬૭માં રિલિઝ થઈ હતી.

‘બૈરાગ’  ફિલ્મનું દિગ્દર્શન કોણે કર્યું હતું.  તેના કલાકારો   કોણ હતા? –  અલ્કા જાની : (સુરત)

૧૫ ઓગસ્ટ, ૧૯૭૬માં રિલીઝ થયેલી   આસિત સેજની ‘બૈરાગ’  ફિલ્મના  કલાકારોમાં દિલીપકુમાર, લીના ચંદાવરકર, સાયરા બાનો, નાસિર ખાન,  પ્રવીણ પૌલ, દિલીપ દત્ત,  જયરાજ વગેરે કલાકારો હતા.

નૂરજહૉં, સુરૈયા અને શમશાદ બેગમ- આ ત્રણ ગાયિકામાં કોના ગીતો વધુ વખાણાયાં? આ ગાયિકા અત્યારે ક્યાં છે? – પ્રતાપ ઠક્કર (બેંગલુરુ)

નૂરજહૉં (૨૩ સપ્ટેમ્બર, ૧૯૨૬થી ૨૩ ડિસેમ્બર, ૨૦૦૦) પંજાબી પ્લેબેક સિંગર હતી અને તેમને પાકિસ્તાન વતી ‘મલ્લિકા-એ-તરન્નુમ’નો ખિતાબ મળ્યો હતો. તેમણે સૌ પહેલા બ્રિટિશ શાસિત ભારતમાં અભિનેત્રી તરીકે કામ કર્યું હતું અને એ પછી પાકિસ્તાની સિનેમામાં કામ કર્યું છે. છ દાયકા (૧૯૩૦થી ૧૯૯૦)થી વધુ લાંબી કારકિર્દીમાં ભારતીય ઉપખંડમાં સૌથી શ્રેષ્ઠ અને વગદાર ગાયિકાઓમાં એક ગણાતી. તેને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને અન્ય શૈલીના સંગીત પર જબરી કમાન્ડ હતી. તેમણે મ્યુઝિક કમ્પોઝર અને દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું. ‘ઝમીન’ (૧૯૪૫), ‘અનમોલ ઘડી’, ‘જુગ્નુ’, ‘દુપટ્ટા’, ‘ઈત્તેઝાર’, ‘અનારકલી’ જેવી ફિલ્મોમાં અફલાતુન અદાકારી દ્વારા લોકોના દિલ જીતી લીધા. પાકિસ્તાન સિનેમામાં પાકિસ્તાની સિનેમા અને અન્ય ઉર્દૂ, તુન્દી, પંજાબી અને સિંધી ભાષામાં ૨૦ હજારથી વધુ ગીતો ગાયા છે. તેમણે ૧,૧૪૮ પાકિસ્તાની સિનેમામાં ૨.૪૨૨ ગીતો ગાયા છે. તેમની ગણના પ્રથમ પાકિસ્તાની મહિલા ફિલ્મ દિગ્દર્શક તરીકે થાય છે. તેમણે થિયેટર પર પણ કામ કર્યું છે. તેમણે ૧૯૫૧માં ‘ચાન વે’ નામની પ્રથમ પાકિસ્તાની ફિલ્મ સંતોષકુમાર સાથે કરી હતી, જેમાં તેઓ હીરોઈન અને પ્લેબેક સિંગર પણ હતા. ઇન્ડિયન ટોકી મુવીઝની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી થઈ ત્યારે તેમણે ભારતની મુલાકાત લીધી. તેમણે ‘જવાં હૈ મોહબ્બત, હસી હૈ….’ (અનમોલ ઘડી૦૧૯૪૫) જેવા અનેક ગીતો ગાયા છે અને તે લોકપ્રિય પણ બહું જ થયા છે.

૧૯૩૬થી ૧૯૬૩ દરમિયાન સુરૈયા જમાલ ખાન જાણીતી અભિનેત્રી અને લોકપ્રિય ગાયિકા હતા. તેમણે ઘણી હિન્દી ફિલ્મોના ગીતો ગાયા છે. તેમણે ૬૭ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને ૩૩૮ ગીતો ગાયા છે. ૧૯૪૦ અને ૧૯૫૦ દરમિયાન તેઓ હિન્દી ફિલ્મોના અગ્રણી અભિનેત્રી અને ગાયિકા હતા. તેઓ માંડ ૧૨ વર્ષના હતા ત્યારે ‘નયી દુનિયા’ (૧૯૪૨) ફિલ્મોમાં ગીતો ગાવાનું શરૂ કર્યું હતું તેઓ બાળ કલાકાર તરીકે જદ્દન બાઈની ફિલ્મમાં ૧૯૩૬માં કામ કર્યું હતું. અભિનેત્રી તરીકે ‘તાજ મહાલ’ફિલ્મની પદાર્પણ કર્યું. તેઓ ‘મલ્લિકા-એ-હુશ્ન’, ‘મલ્લિકા-એ-તરન્નુમ’ અને ‘મલ્લિકા-એ-અદાકારી’ના ખિતાબ મેળવ્યા છે. સુરૈયાના માતાપિતા ઇચ્છતા હતા કે તે દેવ આનંદ સાથે કરે, પણ તેમની દાદીએ તેમનો અવાજ, ગાયિકીની અવગણના કરી. સુરૈયા અને દેવ આનંદનું પ્રેમપ્રકરણ ઘણું ગાજ્યું હતું, પણ ૧૯૫૧માં આવેલી તેમની છેલ્લી ફિલ્મ પચી બંને જણાએ તેમની દાદીની મરજી મુજબ સાથે કામ કરવાનું અટકાવ્યું હતું. આ પછી સુરૈયા આખી જિંદગી અપરિણીત રહ્યા હતા. તેઓ ૭૪ વર્ષની વયે મુંબઈમાં મૃત્યુ પામ્યા. આ ખુબસુરત અભિનેત્રીએ ‘દિલ-એ-નાદા તુઝે હુઆ ક્યા હૈ….’, ‘તુ મેરા ચાંદ….’, ‘મુરલીવાલે મુરલી બજા….’, ‘વો પાસ રહે યા દૂર….’ જેવી ગાતો ગાયા હતા.

શમશાદ બેગમ (૧૪ એપ્રિલ, ૧૯૧૯થી ૨૩ એપ્રિલ, ૨૦૧૩) હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રથમ પ્લેબેક સિંગર હતા. તેમણે હિન્દુસ્તાની, બંગાલી, મરાઠી, ગુજરાતી, તમિળ અને પંજાબી ભાષામાં છે હજારથી વધુ ગીતો ગાયા, જેમાં ૧,૨૮૭ ગીતો હિન્દી ફિલ્મી ગીતો હતા. તેમણે નૌશાદ અલી, ઓ. પી. નૈયાર જેવા વિખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું હતું. ૧૯૪૦થી ૧૯૭૦ના પ્રારંભકાળ સુધી તેમના ગીતો ઘણા લોકપ્રિય નીવડયા હતા. તેમણે ‘લેકે પેહલા પેહલા પ્યાર….’, ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના….’, ‘સાવન કે નજરે હૈ….’, ‘હમ દર્દ કે અફસાના….’, ‘મૈં ભવરાં, તું હૈ ફૂલ….’, ‘ચાંદની આયી બન કે પ્યાર….’ જેવા ગીતો ગાયા છે, જે લોકપ્રિય થયા હતા.

આમ, નૂરજહૉં, સુરૈયા, શમશાદ બેગમ જેવી ગાયિકા લોકપ્રિય તો હતી જ, તેમના ગીતો પણ લોકપ્રિય નીવડયા હતા. ત્રણેય જણાએ જુદા જુદા સંજોગોમાં લોકપ્રિય ગીતો આપ્યા હતા. ત્રણેના ગીતો વખણાયા હતા. સંજોગો જુદા જુદા હતદા, પરિસ્થિતિ ભિન્ન હતી. આથી આ ત્રણેય ગાયિકાની સરખામણી સરખામણી ન થઈ શકે. તેમની કળા માણવાની હોય. આ ત્રણેય ગાયિકા જન્નતનસીન થઈ છે. 

Leave a comment