Cine Guide . | Gujarat Samachar Chitralok Magazine Cine Guide 26 May 2023

[ad_1]

* અક્ષયકુમારની કંઈ ફિલ્મ આવે છે? તેની વય કેટલી થઈ છે?

– અતુલ જૈન (અંધેરી)

* રાજીવ હરિઓમ ભાટિયા અક્ષયકુમારનું સાચું નામ છે. ભારતમાં જન્મેલા આ અભિનેતાએ કેનેડાનું નાગરિકતા સ્વીકારી છે. છેલ્લી બે-ત્રણ ફિલ્મોએ સારો બિઝનેશ નથી કર્યો. ૩૦ વર્ષની કારકિર્દી ધરાવતા અક્ષયકુમારે અત્યાર સુધીમાં ૧૦૦ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની આગામી ફિલ્મોમાં ‘મૈદાન’ ઉપરાંત ‘હેરાફેરી’ની સિક્વલ ઉપરાંત કેટલીક ફિલ્મો છે.

* હૃષિકેશ મુકરજીનું નિધન ક્યારે થયું હતું.

– રાજીવ શાહ (મુંબઈ)

* ૨૭ ઓગસ્ટ, ૨૦૦૬ના રોજ મુંબઈમાં થયું હતું.

* ‘૭૦- ‘૮૦ના દાયકાની બોલીવૂડની ગુજરાતી અભિનેત્રી નીતા મહેતા અત્યારે શું કરે છે? ક્યાં છે?

– રંજિત શાહ (ભાવનગર)

* ‘૭૦-‘૮૦ના દાયકાની સુંદર અભિનેત્રી નીતા મહેતા ગુજરાતી પરિવારમાંથી આવે છે અને અત્યારે તે સાધ્વી બની ગઈ છે. ૧૯૭૫માં રણધીર કપૂરની ‘પોંગા પંડિત’ ફિલ્મની તેની કારકિર્દીની શરૂઆત થઈ હતી. તેણે અભિનેતા સંજીવકુમાર સાથે ચારથી પાંચ ફિલ્મો કરી હતી અને સંજીવકુમાર સાથે તે લગ્ન કરવાની વાતો પણ ઘણી સંભળાતી હતી. નીતા મહેતા ગુરુમા આનંદમયી માતાની અનુયાયી છે અને અત્યારે સાધ્વી બની સાત્વિક જીવન વિતાવી રહી છે.

* ‘૮૦ દાયકાના કલાકાર કુમાર ગૌરવ અત્યારે શું કરે છે? શું તેમણે ફિલ્મો છોડી દીધી છે?

– મોના ભટ્ટ (અમરેલી)

* જ્યુબિલી સ્ટાર રાજેન્દ્રકુમારના પુત્ર કુમાર ગૌરવનું સાચું નામ મનોજ હતું, પણ બોલીવૂડમાં એક મનોજકુમાર છે એટલે તેમનું નામ કુમાર ગૌરવ રાખવામાં આવ્યું. તેમની પહેલી ફિલ્મ ‘લવસ્ટોરી’ (૧૯૮૧) સુપરડુપર હીટ નીવડી અને એ સાથે જ વિજેતા પંડિત તેમની પ્રથમ હીરોઈન હતી. રાજેન્દ્રકુમારના આ પુત્ર સાથે રાજ કપૂર તેમની પુત્રી રિયા કપૂરના લગ્ન કરાવવા ઇચ્છતા હતા. સગાઈ પણ થઈ ગઈ હતી. બીજી બાજુ કુમાર ગૌરવ અને વિજેતા પંડિતની રિલેશનશિપ વાતો પણ ઘણી સંભળાતી હતી જેમાં થોડુંઘણું સત્ય પણ હતું. જો કે પહેલી ફિલ્મ પછી કુમાર ગૌરવ પાસે એવી કોઈ ફિલ્મ ન આવી, જેણે તેને સફળતા અપાવી હોય. ‘લવસ્ટોરી’ પછી કુમાર ગૌરવ રતિ અગ્નિહોત્રી અને અન્ય એક અભિનેત્રી સાથેની ફિલ્મો આવી, પણ તે ટિકિટબારી પર સાધારણ રહી. આ પછી તો કુમાર ગૌરવે ઘણી ફિલ્મ કરી, પણ સફળતા ન મળી. ‘૮૬માં રાજેન્દ્રકુમારે ‘નામ’ ફિલ્મ બનાવી જેમાં તેની સાથે સંજય દત્ત હતો. ફિલ્મ અને ગીત હીટ રહ્યા, પણ બધી પ્રશંસા સંજય દત્તને જ મળી. આ પછી ‘૮૬માં અમિતાભ બચ્ચન સાથે ‘કાંટે’ કરી, પણ તેનું શ્રેય પણ ન મળ્યું. તેણે ‘૮૬માં સુનીલ દત્ત અને નરગિસની પુત્રી નમ્રતા સાથે લગ્ન કર્યા. કુમાર ગૌરવ બે પુત્રીનો પિતા છે અને તેણે ફિલ્મોદ્યોગ છોડી દીધો હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. છેલ્લા કેટલાંક વર્ષોથી તેની કોઈ ફિલ્મો નથી. અત્યારે કુમાર ગૌરવ કન્સ્ટ્રક્શન બિઝનેશમાં હોવાનું જાણવા મળ્યું છે.

 * એક જમાનાની અભિનેત્રી કલ્પના કાર્તિક શું કરે છે? શું તે જીવે છે?

– કલ્પેશ પંડયા (અમરેલી)

* બોલીવૂડમાં છ જેટલી ફિલ્મો કરનારી કલ્પના કાર્તિકે અભિનેતા દેવ આનંદ સાથે લગ્ન કર્યા. તેમનું સાચું નામ મોના સિંઘ છે. તેમણે દેવ આનંદ સાથે ‘બાઝી’, ‘ટેક્સી ડ્રાઈવર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. લગ્ન પછી તેમને બે સંતાન થયા જેમાં એક સુનીલ આનંદ છે. અત્યારે તેમની ૯૦ વર્ષની છે અને પંજાબમાં જીવન વિતાવી રહ્યા છે. લગ્ન પછી તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું અને એક ગૃહિણી બની રહ્યા.

* ‘નાથ’ બંધુઓ અંગે જાણકારી આપશો?

– રવિ પટેલ (સુરત)

* ‘બોલીવૂડ’ ત્રણ નાથ બંધુઓ હતા, જેમાં પ્રેમનાથ, કોમેડિયન રાજેન્દ્રનાથ અને વિલ ન નરેન્દ્ર નાથનો સમાવેશ થાય છે. નાથ-બંધુમાં સૌથી નાના નરેન્દ્રનાથ હતા. પ્રેમનાથનો જન્મ ૧૯૨૬માં થયો હતો અને ૧૯૪૮માં ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. તેઓ હીરો તરીકે આવ્યા હતા અને બૉબી જેવી ફિલ્મો સુધીકામ કર્યું. તેમની અદાકારી એટલી સરસ હતી કે હોલીવૂડ તરફથી તેમનું ‘કેનન’ ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી, તેમને હૃદયની બિમારી હતી અને હૃદય રોગના તીવ્ર હુમલાથી તેમનું મોત થયું હતું. બીજા નાથ બંધુએ બોલીવૂડમાં કોમેડિયનની ભૂમિકા ભજવી હતી અને કોમેડિયન તરીકે તેમનું મજબૂત સ્થાન બનાવ્યું હતું. ‘૬૦, ‘૭૦ અને ‘૮૦ના દાયકામાં મહેમુદ અને અન્ય કોમેડિયન વચ્ચે તેઓ અડિખમ રહ્યા હતા. તેમને શ્વાસ લેવાની ઘણી તકલીફ હતી. તેમણે ‘એક પ્રશ્ન’ નામની ફિલ્મનું નિર્માણ શરૂ કર્યું જેમાં તેને ઘણો ખર્ચ અને દેવું થઈ ગયું હતું અને વ્યાપક નુકસાન પણ સહન કરવું પડયું. તેઓ એ ફિલ્મ પૂરી પણ ન કરી શક્યા અને શ્વાસ લેવાની તકલીફથી તેમનું મોત નિપજ્યું. ત્રીજા નાથ હતા નરેન્દ્ર નાથ. તેમણે ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેઓ મધ્ય પ્રદેશના જબલપુર એક અકસ્માતમાં નડયો હતો જેમાં તેઓ બચી ગયા હતા, પણ એ અકસ્માત જ તેમની મોતનું કારણ બન્યું હતું. 

Leave a comment